ભારત સામેની બીજી ટેસ્ટમાંથી જોફ્રા આર્ચર બહાર

૧૩ ફેબ્રુઆરીએ યજમાન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા ઇંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, જે કોણીની ઇજાના કારણે ભારત સામેની બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી અને કહૃાું કે ૨૫ વર્ષીય આર્ચરે ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન પણ અસ્વસ્થતા અનુભવતો અને તેમણે બીજી ઇિંનગમાં માત્ર નવ ઓવર જ બોલિંગ ફેંકી હતી. તેની જમણી કોણીમાં ઈંજેક્શન લગાવવામાં આવ્યું છે. એવામાં તે બીજી ટેસ્ટ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, ઇસીબીએ એ વાતની પુષ્ટિ કરી નથી કે તેના સ્થાને કોને તક મળશે.

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડેએ પોતાના નિવેદનમાં કહૃાું છે કે, આ મુદ્દો અગાઉની કોઈ ઈજા સાથે સંબંધિત નથી અને અપેક્ષા રાખવામાં આવે છે કે સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો થશે, જેથી તે અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ માટે સમયસર ઉપલબ્ધ થઈ શકે. જોફ્રા આર્ચર બહાર થયા બાદ એક વાત તો ચોક્કસ છે કે ઇંગ્લેન્ડની ટીમ ફરીથી જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની જોડીને મેદાનમાં ઉતાર છે.