ભારત સામે ઝૂક્યુ ચીન: લદ્દાખમાં સેના હટાવવા તૈયાર

ન્યુ દિૃલ્હી,ભારત અને ચીન લદ્દાખમાં ચાલી રહેલા તણાવમાં સોમવારમાં થોડોક ઘટાડો થતા જોવા મળ્યો. ગઇકાલે થયેલી બંને દૃેશોનાં જનરલો વચ્ચેની વાતચીત દૃરમિયાન ડ્રેગન પૂર્વ લદ્દાખનાં તણાવવાળા વિસ્તારથી પોતાના સૈનિકોને હટાવવા પર સહમત થયું છે. ઉલ્લેખનીય છે કે ગલવાન ખીણમાં ચીની સેનાની સાથે સંઘર્ષમાં ભારતનાં ૨૦ જવાનો શહીદૃ થયા હતા, જ્યારે ચીનનાં ૪૦ જવાનો માર્યા ગયા હતા. આ ઘટના બાદૃ બંને દૃેશો વચ્ચેનો તણાવ ચરમ પર પહોંચી ચુક્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે વાતચીતમાં પૂર્વ લદ્દાખથી સૈનિકોને હટાવવા માટેની રીતોને અંતિમ આકાર આપવા પર ધ્યાન આપવામાં આવ્યું. વાતચીત દૃરમિયાન ભારત તરફથી સ્પષ્ટ કહી દૃેવામાં આવ્યું કે ન્છઝ્રમાં જેવી સ્થિતિ ૫ મે પહેલા હતી તેવી જ હોવી જોઇએ. એટલે કે ભારત તરફથી સ્પષ્ટ શબ્દૃોમાં કહી દૃેવામાં આવ્યું કે ચીન પોતાની સરહદૃમાં પાછું ફરે. બંને પક્ષોની વચ્ચે એ જ જગ્યાએ ૬ જૂનનાં લેટનન્ટ સ્તરની પહેલા સ્તરની વાતચીત થઈ હતી, ત્યારબાદૃ બંને દૃેશોએ આ અવરોધ દૃૂર કરવા માટે એક સમજૂતીને અંતિમ રૂપ આપ્યું હતુ.
જો કે ૧૫ જૂનનાં થયેલી િંહસક અથડામણ બાદૃ સરહદૃ પર સ્થિતિ બગડી ગઈ, કેમકે બંને પક્ષોએ ૩,૫૦૦ કિલોમીટરની વાસ્તવિક સરહદૃની પાસે મોટાભાગનાં ક્ષેત્રોમાં પોતાની સૈન્ય તૈનાતી ઘણી ઝડપી કરી દૃીધી. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (ન્છઝ્ર) પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સોમવારનાં લેટનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી.
ભારતીય પક્ષનું નેતૃત્વ ૧૪મી કોરનાં કમાન્ડર લેનટન્ટ જનરલ હિંરદૃર િંસહે કરી જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટનાં કમાન્ડરે કર્યું હતુ. ન્છઝ્રની બીજી તરફ ચીનનાં મૉલ્ડો વિસ્તારમાં બંને સેનાઓનાં અધિકારીઓ વચ્ચે બેઠક થઈ. આ બેઠક લગભગ ૧૨ કલાક બાદૃ ખત્મ થઈ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, સોમવારનાં થયેલી કોર કમાન્ડરની બેઠક સકારાત્મક માહોલમાં થઈ.
૧૫ જૂનની રાત્રે ન્છઝ્ર પર ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે િંહસક અથડામણ થઈ હતી. જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદૃ થયા હતાં. ઉપરાંત મળતી માહિતી અનુસાર ચીનનાં પણ ૪૩થી વધુ સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા હતાં. પરંતુ ચીને હજુ સુધી માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા નથી આપી.