ભારત સિરીઝ જીતશે, કોહલીનું પુનરાગમન એટલે ટીમને મળેલું ‘બુલેટપ્રુફ જૅકેટ: ચૅપલ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ઇયાન ચૅપલે પાંચમી ફેબ્રુઆરીએ શરૂ થતી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણી જીતવા માટે ભારતને ફેવરિટ ગણાવ્યું છે.

ચૅપલનું એવું કહેવું છે કે ‘એ માટેના કારણો એવા છે કે ભારતનું બોલિંગ-આક્રમણ ઘણું જ સારું છે, ભારતના ઘણા બૅટ્સમેનો સતત સારું રમી શકે એવા છે અને સામી બાજુએ ઇંગ્લૅન્ડના ટોચના ત્રણ બૅટ્સમેનો એકધારી રીતે સારું નથી રમી શક્તા. અધૂરામાં પૂરું, ભારતની ટીમમાં હવે વિરાટ કોહલીનો સમાવેશ થતાં ટીમ વધુ મજબૂત બની છે. એ ઉપરાંત, અશ્વિન તેમ જ હાર્દિક પંડ્યા અને ઇશાંત શર્મા પણ ટીમમાં હશે.