ભારે ધાંધલ-ધમાલ વચ્ચે રાજ્યસભામાં કૃષિ સંબંધિત બિલ પાસ

 • સંસદમાં મોદી સરકારને મોટી સફળતા,બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બનશે
 • સરકાર તરફથી તોમરે રાજ્યસભામાં બિલને રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ બિલ અને એમએસપી-મિનિમમ સપોર્ટ પ્રાઈઝને કોઈ લેવાદૃેવા નથી
 • રાજ્યસભામાં કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો, ઉપસભાપતિનું માઈક તૂટ્યું
 • ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન સૂત્રોચ્ચાર કરતાં ઉપસભાપતિની વેલ સુધી ધસી ગયા અને બિલ છીનવવાની કોશિશ કરી, માર્શલ વચ્ચે પડતાં ઉપસભાપતિની સામે મૂકેલું માઇક તૂટી ગયું
 • ભારે હોબાળો થતાં રાજ્યસભા આજે ૯ વાગ્યા સુધી સ્થગિત કરાઇ
 •  આ બિલો ઉપર સહમતિ કિસાનો માટે ડેથ વોરંટ ઉપર હસ્તાક્ષર કરવા જેવું છે: કોંગ્રેસ
 • રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે આજે કૃષિ બિલો પાસ કરવામાં આવ્યા છે. ખેતી-ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ અગત્યના બિલ કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ, ૨૦૨૦ અને કૃષિ (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્ર્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ, ૨૦૨૦ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થઈ ગયા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી તે કાયદો બની જશે. કૃષિ બિલ પસાર થયા બાદ રાજ્યસભાની કાર્યવાહીને આવતીકાલ એટલે કે ૨૧ સપ્ટેમ્બર સવારે ૯ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
  બિલને લઈ વિપક્ષી પાર્ટીઓના નેતા વેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા અને ઉપ-સભાપતિની પાસે કાગળના ટુકડાઓ ઉછાળ્યા. આ દરમિયાન ઉપ-સભાપતિ પાસે ઉપસ્થિત માર્શલોએ તેમને રોક્યા તો હળવું ઘર્ષણ થયું. ઘર્ષણ દરમિયાન જ ઉપસભાપતિની સામેવાળું માઇક તૂટી ગયું.ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન સૂત્રોચ્ચાર કરતાં દૃેખાતા ઉપસભાપતિની વેલ સુધી આવી ગયા અને પછી ઉપસભાપતિ પાસેથી બિલ છીનવવાની કોશિષ કરી. આ દૃરમ્યાન માર્શલે વચ્ચે પડી બચાવ કર્યો તો ઉપસભાપતિની સામે મૂકેલું માઇક તૂટી ગયું. ત્યારબાદ ટીએમ સાંસદ ત્યાંથી સૂત્રોચ્ચાર કરતાં પાછળની તરફ આવી ગયા. હાલ હોબાળો વધતા ઉપસભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દૃીધી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને કહૃાું કે આ ‘લોકતંત્રની હત્યા છે.
  લોકસભા બાદૃ રાજ્યસભામાં પણ વિરોધપક્ષના સભ્યોએ આ ખરડાઓ સામે આજે ઉગ્રપણે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સરકારની વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા. ચર્ચા દરમિયાન તમામ વિરોધ પક્ષોના સભ્યોએ માગણી કરી હતી કે આ ખરડાઓને ફેરવિચારણા માટે ગૃહની સિલેક્ટ કમિટીને મોકલવા જોઈએ, પરંતુ સરકારે એમની માગણીઓ સ્વીકારી નહોતી. શાસક ભાજપે તેના તમામ સભ્યોને રાજ્યસભામાં હાજર રહેવાનો આદૃેશ જારી કર્યો હતો.
  આ પહેલા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેતી સાથે જોડાયેલાં બે બિલ ફાર્મર્સ એન્ડ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ અને ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરન્સ એન્ડ ફાર્મા સર્વિસ બિલ રાજ્યસભામાં રજૂ કર્યાં હતા. તે દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે આ બિલ ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર છે. ખેડૂતોનો પોતાનો પાક કોઈ પણ સ્થળથી કોઈ પણ સ્થળ પર ઈચ્છિત કિંમત પર વેચવાની સ્વતંત્રતા હશે. તેમણે કહૃાુ કે બિલ વિશે કેટલાક પ્રકારની ધારણાઓ બનાવવામાં આવી છે. આ બિલ એમએસપી સાથે સંબંધિત નથી. વડાપ્રધાને પણ કહૃાુ છે કે એમએસપી જારી છે અને આગળ પણ જારી રહેશે. આ બિલના માધ્યમથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે.
  કોંગ્રેસ સાંસદ પ્રતાપિંસહ બાજવાએ કહૃાું કે, કોંગ્રેસ પાર્ટી આ બિલનો વિરોધ કરે છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું માનવું છે કે, આ બિલ તેની આત્મા ઉપર હૂમલો છે. આ બિલો ઉપર સહમતિ કિસાનો માટે ડેથ વોરંટ ઉપર હસ્તાક્ષર કરવા જેવું છે. ખેડૂત એપીએમસી અને એમએસપીના ફેરફારના વિરોધમાં છે. જ્યારે શિવસેનાએ કહૃાું કે, ખોટી અફવાને લઈને એક મંત્રીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું. નારેબાજી કરવામાં ્સ્ઝ્ર ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ખૂબ જોરથી નારેબાજી કરી હતી.
  બિલ પાસ થતાં જ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહૃાું કે ‘બાહુબલી મોદી સરકારે જબરદૃસ્તી કૃષિ બિલ પાસ કરાવ્યું છે, આનાથી વધુ કાળો દીવસ કોઇ હોઇ જ ના શકે. દૃેશના ખેડૂત મોદી સરકારને કયારેય માફ કરશે નહીં.
  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લોકસભામાં કૃષિ વિધેયક પસાર થયું હતું ત્યારે આજે રાજ્યસભામાં પણ બિલ પસાર થતાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી તો કાયદો બની જશે.