ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાંમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહૃાો છે, ત્યારે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૨-૨૩ ઓગસ્ટ એટલે કે શનિ-રવિના રોજ ગુજરાતમાં જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના તબક્કે પૂર્વ મધ્યપ્રદૃેશ તથા ઉત્તર છત્તીસગઢના આકાશમાં સુવ્યવસ્થિત લો-પ્રેશર સર્જાયું છે અને તે આગામી દિવસોમાં મધ્યપ્રદૃેશના પશ્ર્ચિમ ભાગ તરફ પ્રયાણ કરે તેવી શક્યતા છે. આઈએમડીએ આ કારણસર જ આખા ગુજરાત રાજ્યને આ બે દિવસ ઓરેન્જ એલર્ટ પર રાખ્યું છે. રેડ વોર્નિંગ હેઠળ ઉત્તરના અરવલ્લી, મધ્યના મહિસાગર, સુરેન્દ્રનગર તથા સૌરાષ્ટ્રમાં દીવ કેન્દ્રશાસિત પ્રદૃેશના વિસ્તારો આવી શકે છે. જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
જ્યારે રવિવાર માટે બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ અને દીવમાં રેટ એલર્ટ જ્યારે અમદૃાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. નર્મદા, તાપી, દમણગંગા અને મહી નદીરના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે આગામી ૩-૪ દિવસ માટે આ નદીઓમાં ભારે પૂર આવવાની પણ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક મોટી નદીઓમાં જળસ્તર વધવાથી શકયતા સેવાઈ રહી છે. નદીમાં પૂરની સ્થિતિની પણ આશંકા છે. લોપ્રેસર સર્જાતા ભારે વરસાદની આગાહી કરાતા ખેડૂતોના માથે એક મોટી ઘાત દૃેખાઈ રહી છે. રાજ્યમાં મેઘ મહેર યથાવત્ છે.
સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૯ તાલુકામાં અડધાથી ૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ આણંદ, મહેસાણા, કચ્છ, નવસારી, જામનગર, ગાંધીનગર, પાટણ, ખેડા, સાબરકાંઠા, સુરત સહિતમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જ્યારે બોટાદ,બનાસકાંઠા, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે.