ભારે વરસાદને પગલે જામરાવલમાં લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર

રાજ્યમાં ફરી એકનાર વરસાદનો નવો રાઉન્ડ વરસી રહૃાો છે. ત્યારે હજી હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં પાચં દિવસ મધ્યમથી ભાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વર્તુ ૨ ડેમના કાલે ફરીવાર દરવાજા ખોલાતા દ્વારકાનાં જામરાવલ ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકોને ગામની અંદર હોડીમાં બેસીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ વરસાદની સીઝનમાં જામરાવલમાં કુલ ૮ વાર પાણી ગામમાં આવી જતા આઠ વખત ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. જેના કારણે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે. ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલું પાણી વર્તુ-૨ ડેમમાં ઓવરલો થતા આ ડેમના ૪ દરવાજા વધુ દોઢ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે.
જેના કારણે જામરાવલમાં હાઇસ્કૂલ સુધી પહોંચ્યા છે. આ ગામનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હોડીમાં બેસીને અવરજવર કરી રહૃાાં છે. રવિવારે પોરબંદર જીલ્લામાં સર્વત્ર અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર જીલ્લામાં છેલ્લા બે દિવસોથી મેઘરાજાએ પધરામણી કરતા રવિવારે જીલ્લાના પોરબંદર તાલુકામાં ૧૬ મીમી, કુતિયાણામાં ૧૯ મીમી અને રાણાવાવમાં ૧૪ મીમી વરસાદ નોંધાયો છે. જીલ્લાના ઘેડ અને બરડા પંથકમાં પણ અડધોથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રવિવારના વરસાદ બાદ પોરબંદર જીલ્લામાં મોસમનો કુલ વરસાદ પોરબંદરમાં ૧૨૮૨ મીમી, રાણાવાવમાં ૧૫૮૫ મીમી અને કુતિયાણામાં ૧૪૫૨ મીમી નોંધાયો છે. ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણીને લીધે વર્તુ૨ ડેમના ૪ દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેમાં આજે પાણીમાં વધારો થતા આ ૪ દરવાજા બબ્બે ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે, જેથી પોરબંદર જીલ્લાના અનેક નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે.