ભારે વરસાદ: ખેડૂતને ખેડ, ખાતર, બિયારણ અને મજૂરીના પૈસા ડૂબે તેવી ભીતિ

 

ખેડૂતો માથે આફતો પર આફતો સવાર હોય તેમ વધુ એક મુશ્કેલી આવી છે. કમોસમી વરસાદ, તીડ બાદ હવે મોંઘા ભાવે વાવેતર કરેલી મગફળીમાં ઈયળોનો ઉપદ્રવ થતાં મોટું નુકસાન થઈ રહૃાું છે જેમાં ખેડ, ખાતર, બિયારણ અને મજૂરીના પૈસા હવે ડૂબે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ વર્ષે ખેડુતોએ પાક પેટર્ન બદલી છે જેમાં વર્ષોથી કપાસના વાવેતર કરતાં ખેડુતોના ઉભા પાકમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ વધતા હવે ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળ્યાં છે જેમાં હળવદમાં ચાલુ વર્ષે ચોમાસું મગફળીનું વાવેતર ૨૭ હજાર હેકટરમાં કરવામાં આવ્યું છે ત્યારે મગફળીમાં પણ ઈયળોનો ઉપદ્રવ જોવા મળતાં હવે ખેડૂતો િંચતાતુર બન્યાં છે. મગફળીના બિયારણની વાત કરીએ તો ૨૪૦૦ રૂપિયા ૨૦ કિલો અને ૧૪૦૦ રૂપિયા ડીએસપી ખાતરની બેગ તેમજ દિવસેને દિવસે ડિઝલના ભાવ આસમાને પહોંચી રહૃાાં છે અને મજુરી પણ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે જગતનો તાત શું કરે ?

પોતાના મહામુલા પાકને બચાવવા માટે વપરાતી દવાઓ પણ બેઅસર સાબિત થઈ રહી છે ત્યારે હવે દવાઓમાં પણ ભેળસેળ હોવાનો આક્ષેપ ખેડૂતો લગાવી રહૃાાં છે. સારાં વરસાદના પગલે ખેડૂતોને ચોમાસું પાકમાં ચોક્કસ ફાયદો થશે, પરંતુ જે રીતે મગફળીના ઉભા પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી રહૃાો છે તેના કારણે મેરૂપર ગામના ખેડુતોએ ૨ હજાર હેક્ટર જમીન પૈકી મોટાભાગની જમીનમાં મગફળીનું વાવેતર કરી નાખ્યું છે અને હાલ જ્યારે પાક ૬૦ દિવસોનો થઈ જતાં તેમા ઈયળોનો ઉપદ્રવ પણ ખુબ જોવા મળી રહૃાો છે, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવી પડે તેવી સંભાવના વધી છે ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે મદદની આશ લગાવીને બેઠાં છે. તો રાજકોટ જીલ્લાના ધોરાજી પંથકમાં ફરેણી રોડ પર આવેલ ખેતરોમાં કોઈ ખેડૂતે દસ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતુ તો કોઈ ખેડૂતે આઠ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતુ.

ખેડૂતોએ મોંઘા ભાવનાં બિયારણો-મોંઘી જંતુનાશક દવાઓ છાંટીને ડુંગળીનું વાવેતર કર્યું હતુ, પરંતુ જ્યારે પાક સારો થયો ત્યારે ભાવ નહોતા મળતાં જેથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં રહેલ ગોડાઉનમાં ડુંગળીનો સંગ્રહ કરેલ ડુંગળીનો પાક બગડી ગયો છે. પહેલાં કમોસમી વરસાદને કારણે નુકશાન થયું ત્યારબાદ કોરોના વાયરસને પગલે ખેડૂતોને પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ અને વધારે વરસાદ-વાવાઝોડાંમાં ખેડૂતોને વધારે ભાવો ન મળતાં ગોડાઉનમાં સંગ્રહ કરેલ ડુંગળીનો પાક સો ટકા બગડી જવાં પામ્યો છે જેથી ખેડૂતો ને પારાવાર નુકસાની વેઠવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે.