ભાવનગરના બિલા ગામે દીપડો કૂવામાં પડ્યો,ટોળેટોળાં ઉમટ્યાં

જિલ્લાના જેસર પંથકમાં દીપડો કૂવામાં પડતા ફોરેસ્ટ ખાતા એ રેસ્કયુ કરી દીપડાને બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના બેલા ગામે વાડી વિસ્તારમાં આવેલ ભીખાભાઈ હસનભાઈ કુરેશીની વાડીના કૂવામાં દીપડો પડ્યો હતો. દીપડો પડતા વાડી માલિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં જ ફોરેસ્ટ ખાતુંદોડી આવ્યું હતું અને ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને દીપડાને પાંજરે પુરવામાં આવ્યો. ૧ કલાકના રેસ્ક્યુ બાદ દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાનું રેસ્ક્યુ જોવા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં.