ભાવનગરમાં અમરેલી જિલ્લાનાં કોરોનાનાં 426 રિપોર્ટ પેન્ડીંગ

  • અમરેલીમાં આરટીપીસીઆર લેબોરેટરી ન હોવાને કારણે આરોગ્ય તંત્ર પણ પેન્ડીંગ રિપોર્ટથી ત્રાહીમામ
  • તા.23 સુધીમાં દાખલ કરાયેલા શંકાસ્પદ દર્દીઓના 63 રિપોર્ટ પેન્ડીંગ : ઓપીડી અને 363 રેન્ડમ સેમ્પલ મળી કુલ 426 રિપોર્ટ ભાવનગરની લેબોરેટરીમાં પેન્ડીંગ પડયા છે
  • રોજના 100 જેટલા રેન્ડમ સેમ્પલ લેવાતા હતા હવે રેન્ડમ કીટ પણ ખતમ થવાના આરે અમરેલીમાં કોરોના લેબોરેટરી જો વહેલી કાર્યરત નહી થાય તો મોટી અરાજકતા સર્જાશે

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લામાં સુરત, અમદાવાદ, મુંબઇથી લોકોનો પ્રવાહ આવવાનું શરૂ થયા પછી આજ સુધીમાં 15 હજાર જેટલા લોકો અમરેલી જિલ્લામાં આવી ચુક્યા છે અને સ્વભાવિક જ તેમાંથી રોજ 15 થી 20 લોકો બિમાર હોય અને બાકીના ઘેર આવી પોઝિટિવ આવી રહયા હોય તંત્ર દ્વારા આગોતરા પગલાના ભાગરૂપે સેમ્પલ લેવાઇ રહયા છે પણ આમા નવી એક મુશ્કેલી સામે આવી રહી છે એ છે કોરોનાના દર્દીઓનું નિદાન મોડુ થવાની.ગઇ કાલે તા.23 મી ના સાંજ સુધીમાં અમરેલી જિલ્લાના 426 કોરોનાનાં સેમ્પલ ભાવનગર લેબોરેટરીમાં પેન્ડીંગ પડયા છે જેના કારણે આરોગ્ય તંત્રને પણ અસરકારક કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે આવા સમયે અમરેલીમાં કોરોનાની લેબોરેટરી યુધ્ધના ધોરણે શરૂ થાય તે જરૂરી છે.તા.22 ના સાંજના 5 વાગ્યા સુધીમાં દાખલ કરાયેલા શંકાસ્પદ દર્દીઓના 63 અને દવાખાનાઓમાં આવતા શરદી, ઉધરસના અને શક્યતા વાળા જગ્યાએથી લેવાયેલા રેન્ડમ સેમ્પલના 363 મળી કુલ 426 રિપોર્ટ ભાવનગર લેબોરેટરીમાં પેન્ડીંગ પડયા છે અને હવે શંકાસ્પદ દર્દીઓનો ઘસારો વધવામાં છે ત્યારે આ સંખ્યા પણ વધશે અને તેને મેનેજ કરવા માટે તંત્રએ રેન્ડમ સેમ્પલ બંધ કરવા પડે તો બે થી ત્રણ દિવસે અમરેલીના રિપોર્ટનો વારો આવી શકે અને આ સેમ્પલ બંધ થાય તો કોરોનાનો ફેલાવો વધ્ાુ ઝડપથી થવાનું પણ મોટુ જોખમ રહેલુ છે.
દરમિયાન તા.23 ના સાંજના છેલ્લા રિપોર્ટ પ્રમાણે 63 દાખલ થયેલા દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ છે જ્યારે તાવ, શરદ, ઉધરસ વાળા દર્દીઓના આજના 108 મળી કુલ 363 રિપોર્ટ પેન્ડીંગ છે આમ કુલ 426 રિપોર્ટ તા.23 ના સાંજ સુધીમાં ભાવનગર લેબમાં પેન્ડીંગ પડયા છે.