ભાવનગરમાં એસ. ટી. નિયામક ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા

ભાવનગર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ખાનગી પેસેન્જર વાહનો ઉપાડવના પ્રતિબંધ છતાં મીની લકઝરી બસ જેવા વાહનો રોકટોક ચલાવવા દૃેવા અને એસ.ટી. વિભાગ દ્વારા કોઈ ચેકીંગ કરી કનડગત ન થાય તે માટે પ્રાઈવેટ વાહન સંચાલકો પાસેથી દરમહિને રૂા.૫૦,૦૦૦ની લાંચની માંગણી કરતા ભાવનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક જ લાંચના રૂા.૫૦૦૦૦ લેતા એસીબી ભાવનગરે ગોઠવેલા છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ભાવનગર સેન્ટ્રલ એસ.ટી. સ્ટેન્ડ પાસેથી રાજ ટ્રાવેલ્સ નામની મીની લકઝરી બસો ભાવનગરથી મહુવા તથા ભાવનગરથી પાલિતાણા જેવા રૂટો પર ઉપડે છે તે ઉપરાંત અન્ય ખાનગી વાહનો પણ આ વિસ્તારમાંથી પેસેન્જરો ભરીને ઉપડતા હોય છે. આ ખાનગી વાહનો, બસોને પેસેન્જર ભરીને ઉપાડવામાં એસ.ટી. વિભાગ તરફથી કોઈ કનડગત ન થાય કે એસ.ટી. વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું ચેકીંગ ન થાય અને પોતાની બસો રોકે નહીં તે માટે રાજ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી દર મહિને રૂા.૫૦,૦૦૦ની લાંચની માંગણી ખુદ ભાવનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક (વર્ગ-૧) અશોક કેશવલાલ પરમાર એજ ઓફીસર બંગલામાં માંગતા ફરિયાદૃીએ ભાવનગર એ.સી.બી.માં ફરિયાદૃ કરી હતી. આ અંગે એસીબીએ સફળ છટકુ ગોઠવી આરોપી અશોક પરમારને રૂા.૫૦૦૦૦ લાંચના લેતા હાથોહાથ ઝડપી લઈ તેની ધરપકડ કરી હતી. આ સફળ કામગીરીમાં એસીબી પોલીસ મથકના પી.આઈ. એમ.ડી. પટેલ, માલાભાઈ બી. ભરવાડ, ડી.કે. બારૈયા, અરિંવદૃભાઈ વંકાણી, કમલેશ વાઘેલા, મહિપતિંસહ ગોહિલ, ભગીરથિંસહ ગોહિલ, અરિંવદ ભટાડીયા વગેરે સ્ટાફ જોડાયો હતો.