ભાવનગર વેરાવળ હાઇવેમાં કડીયાળી ફાટક 15 મિનિટ બંધ રહેશે

રાજુલા,
ભાવનગર વેરાવળ સ્ટેટ હાઇવે રોડ માં કડીયાળી નજીક એક ફાટક રેલવે મૂકેલું હોવાથી માલવાહક ગાડી નીકળતા ફાટક 15 મિનિટ બંધ રહેશે આવી તો રોજની 20 માલવાહક કાઢી નીકળે દર્દીને લઈ અને જતી એમ્બ્યુલસ ને પણ 20 મિનિટ ખોટી થવું પડે રાજુલા થી ત્રણ કિલોમીટર આવેલા માલવાહક ગાડી માટે તમામ વાહનપગપાળા મોટરસાયકલ વાળા કે એસટી તંત્ર વાળા કે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તમામ વાહનો 15 થી 20 ઉભા રહે છે આવી તો 20 ગાડી આવન જાવન કરે છે કારણ કે માલવાહ ગાડી સવાર નીકળતા ભાવનગર નેશનલ હાઇવે ના તમામ વાહનોને લાંબી એક કિલોમીટરની રોજ વાહનોને લાઈન થાય છે આમાં એમ્બ્યુલન્સ પણ દર્દીને સારવાર માટે મહુવા અમદાવાદ ભાવનગર લઈ જતા હોય ત્યારે ખૂબ જ ખૂબ જ વાહન રોકવું પડે છે ક્યારેક તો રસ્તામાં ફાટક પાસે પ્રસુતિ મહિલાઓને 108 પાયલોટ સ્ટાફ દ્વારા પ્રસુતિ કરાવી દેવાની અનેક દાખલાઓ છે ત્યારે ભાવનગર વેરાવળ નેશનલ હાઈવે હવે પૂરો થવા આવી રહ્યો છે પરંતુ આ ફાટક મંજૂર કરવામાં પણ આવ્યું છે હજી સુધી કોઈ રાજકીય લોકો રસ લીધો નથી તો આ વિસ્તારના ઉત્સાહી સાંસદ નારણભાઈ કાછડીયા ને તાજેતરમાં ભારતીય જનતા પક્ષના અગ્રણી અને રાજકીય પ્રભુત્વ છે તેવા રવભાઈ ખુમાણ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ને પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આ રેલવેનું ફાટક લોકોને હેરાન પરેશાન કરે છે ત્યારે આ ફાટક તાત્કાલિક નાનું પુલ બનાવવામાં આવે અથવાઅંદર ગ્રાઉન્ડપુલ બનાવવામાં આવે જેથી આ ભાવનગર વેરાવળ નેશનલ હાઈવે ઉપર ચાલતા વાહનો કલાકો ઉભો રહેવું પડે દર્દીઓની એમ્બ્યુલન્સ પણ બંધ કલાકો સુધી રહેશે ક્યારેક દર્દીઓ મોતના ઘાટ પણ ઉતરે છે તે માટે અંડરગ્રાઉન્ડ પુલ બનાવવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના પૂર્વ ભાજપના અગ્રણી શ્રી રવુભાઈ ખુમાણે સાંસદ નારણભાઈ તથા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને કરતા નારણભાઈએ આ અંગે રૂબરૂ રજૂઆત સાંભળી પત્ર દ્વારા રેલ્વે ડિપાર્ટમેન્ટ રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે રેલ્વે પત્ર કરોડોનો નફો ખાય છે તે બનાવે એવી પણ રોવુ ભાઈ માંગણી અને લાગણી સાથે નો પત્ર રેલવે તંત્રને લખ્યું છે વધુમાં પત્રમાં પણ જણાવ્યું છે કે રેલવે તંત્ર જીવથી કમાણી કરે છે તેમ જ પીપાઓ પોર્ટ પણ કમાણી કરે છે તો આ ફાટક બંનેમાંથી કોઈએ પણ બનાવવો જોઈએ તેવી સમગ્ર રાજુલા જાફરાબાદ પંથકને લાગણી અને માંગણી હોવાનું રાહુભાઈ ખુમાણે જણાવ્યું .