ભાવનગર-સુરત રો-રો ફેરી જહાજ શરૂ થતા પૂર્વે ટ્રાયલ રનમાં જ મધદરિયે ખોટકાયું

ભાવનગર સુરત વચ્ચે ૮મી નવેમ્બરના રોજ લોકાર્પણ પામનારુ રો-રો ફેરી જહાજ શરૂ થતા પૂર્વે ટ્રાયલ રનમાં જ મધદરિયે ખોટકાયું છે. એન્જિન અને સ્ટીયિંરગમાં ખામીના લીધે બંધ થયું હોવાનું કહેવાય છે. આના પગલે આઠમી નવેમ્બરે થનારા લોકાર્પણ પર પણ સવાલ ઉઠ્યો છે. જો ટ્રાયલ રનમાં જ આ સ્થિતિ હોય તો શરૂ થયા પછી કેટલી તકલીફ પડી શકે. જહાજ હજીરાથી ઘોઘા જતી વખતે મધદરિયે બંધ પડ્યુ. આમ આ ફેરી સર્વિસિસની શરૂઆતમાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકા નડી છે.