ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર નીલગાયને ફોર્ચ્યુનરે હડફેટે લીધી

રાજુલા,  અમરેલી જિલ્લામાં મોટાભાગના હાઇવે ઉપર નીલગાય સાથેના અકસ્માતો સતત બનતા હોય છે કેમ કે વન્યપ્રાણીની સાથે હવે નિલગાયની સંખ્યા ખૂબ વધી છે જેના કારણે ગમે ત્યારે હાઇવે અને રોડ ક્રોસિંગ કરતી વખતે અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે નાના મોટા અકસ્માતો વાંરવાર સામે આવતા હોય છે આજે ફરી ઘટના બની છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે અહીં રાજુલા નજીક આવેલ ચારનાળા થી નાગેશ્રી ઉના તરફ જતા માર્ગે પુરપાટ સ્પીડે જતી ફોરચુનર કાર વચ્ચે નીલગાય આવતા કાર ચાલક દ્વારા બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં અકસ્માત સર્જાયો હતો જોકે આ ઘટનામાં કાર ચાલકને કોઈ ઇજા થઇ નથી પરંતુ નીલગાયના બંને પગમાં ગંભીર ઇજા ઓ થઈ હતી અને ઘટનાની જાણ રાજુલા રેન્જ વનવિભાગ ને થતા રાજુલા વનવિભાગ ની ટીમ દોડી ગઈ છે અને નીલગાય નું રેસ્ક્યુ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરી છે નીલગાય ને પકડી તેમને એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જઈ સારવાર આપવામાં આવશે જોકે કાર ને નાના મોટું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.