ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વહેલી સવારે બે ટ્રકો સામ સામે અથડાતા ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત

અમરેલી ,
અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રાજુલાના હિંડોરણા પુલ નજીક વહેલી સવારે પુરપાટ સ્પીડે બંને ટ્રક ચાલકો સામ સામે આવી રહ્યા હતા ત્યારે પુરપાટ સ્પીડે આમને સામને અથડાય જવાના કારણે અકસ્માત સર્જાય ગયો હતો આ અકસ્માતમાં 1 ટ્રક ડ્રાયવર નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અન્ય ટ્રક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેમાં બંને ટ્રકોનો આગળની સાઈડ કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે ટ્રક ચાલક રણજીતભાઈ લાખાભાઈ બાભણીયા વેરાવળ તાલુકાના રહેવાસી નું ઘટના સ્થળે મોત નીપજ્યું અને ઇજાગ્રસ્ત અશ્વિનભાઈ હમીરભાઈ પરમારને ગંભીર હાલતમાં હોવાને કારણે વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટના બનતા 108 દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત ડ્રાયવર મૃતકને ટ્રક માંથી બહાર કઢાયા હતા ઘટનાની જાણ રાજુલા પોલીસ ટીમ ને થતા રાજુલા પોલીસ પણ દોડી આવી હતી અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત મૃતક ને હોસ્પિટલમાં પ્રથમ ખસેડાયા અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ તપાસ શરૂ કરી અને નો ગુન્હો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.