રાજુલા,રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે આ નેશનલ હાઇવે રાજુલા નજીકથી પસાર થાય છે ત્યારે અહીં હિંડોરણા આસપાસ મકાનો દુકાનદારો ને વળતર આપી દીધા બાદ નોટિસો પણ આપી હતી તેમ છતાં જગ્યા ખુલી નહિ કરી દબાણ યથાવત રાખ્યું હતું 2 દિવસ પહેલા ડીમોલેશન હાથ ધરવામાં આવશે આવી માયક મારફતે જાહેરાત કર્યા બાદ પણ દૂર નહિ થતા આજે વહેલી સવારથી નેશનલ ઓથોરિટીનો કાફલો સ્થાનીક મામલતદાર વહીવટી તંત્રની ટીમો પોલીસ અધિકારીઓ સાથે ડીમોલેશન હાથ ધર્યું જેમાં અનેક દીવાલો મકાનો દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું અહીં સાવરકુંડલા dysp હરેશ વોરા,રાજુલા પોલીસની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે રાજુલા મામલતદાર હંસરાજસિંહ ગોહિલ સહિત નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા હિંડોરણા ચોકડી વચ્ચે આવેલ પોલીસ ચોકી પર બુલડોઝર ફેરવ્યુહિંડોરણા ચોકડી ઉપર રોડ વચ્ચે પોલીસ ચોકી જે તે સમયેએ ઉભી કરવામાં આવી હતી તે પોલીસ ચોકી નેશનલ હાઇવેના કામમાં નડતર રૂપ હોવાને કારણે ઓથોરિટી દ્વારા બુલડોઝર ફેરવી દેવાયુ છે હાલ માં પણ કાર્યવાહી સતત ચાલી રહી છે પરંતુ લોકોને વળતર ચૂકવી દીધું હોવાને કારણે કોઈ સમસ્યા નથી શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે ડીમોલેશનની કામગીરી હાથ ધરાય છે.