ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર સિંહ પરિવાર જોખમી રીતે રોડ ઉપર આવ્યાનો વીડિયો વાયરલ

રાજુલા,
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર સિંહો સતત રોડ ક્રોસ કરવાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે જેના કારણે અકસ્માતનો ખતરો ટોળાય રહ્યો છે સિંહોની સંખ્યા વધી રહી છે જેના કારણે શિકારની શોધમાં સિંહો હાઇવે ઉપર આવી ચડે છે છેલ્લા 1 માસથી આ ઘટનાઓ વધી રહી છે જે સાવજો માટે જોખમી સાબિત થઈ શકે છે અહીં સિંહ પરિવાર સાથે આવી ચડતા સિંહોની સુરક્ષાને લઈ મોટો ખતરો ટોળાય રહ્યો છે બીજી તરફ ભૂતકાળમાં અનેક સિંહો રોડ અકસ્માતમાં મોતને ભેટી ચુક્યા છે ત્યારે ફરીવાર સિંહો આ રીતે ખુલ્લેઆમ રાત્રીના સમયે હાઇવે ક્રોસિંગ કરવાની ઘટનાઓ દિનપ્રતિદિન રીતે વધી રહી છે જેના કારણે ગમે ત્યારે આ વિસ્તારમાં અકસ્માત થઈ શકે છે એક સાથે સિંહ સિંહણ સિંહબાળ આખોય પરિવાર આવી ચડે છે જેના કારણે સિંહોની સુરક્ષા વધારવાની જરૂરિયાત છે હાલમાં ભાવનગર સોમનાથ તાજેતરમાં બનેલો માર્ગ હોવાને કારણે વાહનો બે ફામ પુરપાટ સ્પીડે દોડી રહ્યા છે જેના કારણે સિંહોની સુરક્ષા વધારવામાં નહિ આવે તો અકસ્માતની સંભાવના આ વિસ્તારમાં જોવા મળી રહી છે. નેશનલ હાઇવે ઉપર સિંહો રોડ ક્રોસિંગ કરે છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર જાફરાબાદ તાલુકાના ટીબી, નાગેશ્રી, દુધાળા, કાગવદર, બાલાનીવાવ, ચારનાળા, હિંડોરણા રાજુલાના લોઠપુર, કોવાયા,પીપાવાવ રોડ, નિંગાળા, કડીયાળી,પાસે રાજુલા હિંડોરણા રોડ વિવિધ વિસ્તારમા સતત સિંહો વહેલી સવારે અને મોડી રાતે અને સાંજના સમયે સિંહો અવર જવર કરતા હોય છે અને શિકારની શોધમાં ભટકતા જોવા મળે છે 24 કલાક વાહનોથી ધમધમાટ હાઇવે ઉપર સિંહો રોડ ક્રોસિંગ કરવાની ઘટનાઓ વધી રહી છે. ભૂતકાળમા વાહનો હડફેટે સિંહોએ જીવ ગુમાવ્યા છ. ભૂતકાળમા જાફરાબાદ તાલુકાના ધોળાદ્વિ પાસે બે સિંહ બાળના અજાણીયા વાહન હડફેટે મોત થયા હતા હજુ સુધી ભેદ ઉકેલાયો નથી પીપાવાવ ફોરવે રોડ ઉપર બે ઘટના બની હતી અજાણીયા ટ્રક હડફેટે સિંહોના મોત થયા હતા આવી અનેક વાહન હડફેટે રોડ અકસ્માતમાં પણ સાવજોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ફરીવાર સિંહોમાં હાઇવે ઉપરના વીડિયો જોખમી બની શકે