ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે હવે ધુળ્યો હાઇવે પસાર થશો તો ગાડા માર્ગ પર નો અહેસાસ થશે

કરોડોના ખેર્ચ એ મંજુર થયા બાદ 5 વર્ષથી ચાલતી કામગીરી હજુ પૂર્ણ નથી થઈ જેના સરકાર સામે કારણે રોષ વધ્યો
સૌરાષ્ટ્રનો ત્રણ જિલ્લાનો અતિ મહત્વનો ભાવનગર નેશનલ હાઇવેની હવે માઠી દશા બેસી હોય તેવી હાલત છે કરોડોના ખર્ચે કામગીરી ચાલી રહી છે આ નેશનલ હાઇવે સોમનાથ થી અમરેલી ભાવનગર સુધી પસાર થાય છે આ નેશનલ હાઇવેથી રીતસર વાહન ચાલકો ત્રાડો પાડી રહ્યા છે ચારે તરફ ધૂળની ડમરી વચ્ચે થી પસાર થતા વાહન ચાલકો સરકાર સામે અને નેશનલ ઓથોરિટી કોન્ટ્રાકટરો સામે રોષ વ્યકત કરાય રહ્યો છે આસપાસના ખેડૂતોની વાડીના પણ ધુળો ઉડી જય રહી છે તેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ ખાડા પણ એટલા જ છે અને અધૂરા કામો પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે અહીં દિવ સોમનાથના પ્રવાસીઓ પણ એટલા જ પરેશાની ભોગવી રહ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થતો ચારનાળા થી મહુવા સુધી અધૂરા કામો અને ગોકળગતી એ કામગીરી કરાય રહી છે જેના કારણે લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યા છે અહીં કેટલીક જગ્યાએ કામગીરી શરૂ છે તે ખૂબ ધીમી ગતિ એ ચાલી રહી છે જેના કારણે આ કામ રીતસર ટલે ચડી ગયું હોય તેવી સ્થિતિ વચ્ચે છે તો કેટલાક વિસ્તારમાં કામ હજુ શરૂ થયું નથી આસપાસના રાજકીય પ્રતિનિધિ ઓ વિવિધ પાર્ટીના અગ્રણીઓ દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરાય છે પરંતુ ઉચ્ચ કક્ષાએ કોઈ સાંભળતું ન હોવાનુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.