સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીની નિકાસ કરવામાં આવતા ખેડૂતો નારાજ થયા છે. ત્યારે સરકારના આ નિર્ણય અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. ભારતીય કિસાન સંઘનું કહેવુ છે કે, ડુંગળીની નિકાસ બંધ થતાં ખેડૂતો નાખુશ થયા છે. જેથી ડુંગળી નિકાસ બંધ ન થવી જોઈએ, નિકાસ બંધ થવાથી ખેડૂતો ને નુકસાની ભોગવવી પડશે.. ત્યારે સરકારે આ નિર્ણયને બદલવો જોઈએ.