- ૧૦૦૦થી વધુ રેલવે સ્ટેશનો પર યુઝર ચાર્જ ચૂકવવો પડશે
જો તમે ભીડવાળા સ્ટેશનોથી ટ્રેન પકડશો તો તમારી યાત્રા થોડી મોંઘી પડી શકે છે. રેલ્વેએ વ્યસ્ત સ્ટેશનો પર યાત્રીઓ પાસેથી યુઝર ફી વસૂલ કરવાનો ડ્રાટ તૈયાર કરી લીધો છે. યુઝર ચાર્જ ટિકિટની કિંમતમાં જ સામેલ કરવામાં આવે છે, જેમ કે એર ટિકિટમાં લેવામાં આવે છે. જો કે, આ ખુબ જ ઓછો ચાર્જ હોવાનું જણાવવામાં આવી રહૃાું છે. રેલ્વે આ પૈસાનો ઉપયોગ સ્ટેશનોના રિવડેવલપમેન્ટમાં કરશે.
રેલ્વે બોર્ડના સીઈઓ અને ચેરમેન વી.કે.યાદવે જણાવ્યું હતું કે, યુઝર ચાર્જ માટે રેલવે ટૂંકમાં જ નોટિફિકેશન જાહેર કરશે. જોકે યુઝર ચાર્જ કેટલો હશે તેના પર તેમણે કહૃાું હતું કે એક નાની રકમ યુઝર ચાર્જ તરીકે વસૂલાશે. રેલવેએ માહિતી આપી કે મોટાં રેલવે સ્ટેશનો અને ભીડવાળાં રેલવે સ્ટેશનોમાં યુઝર ચાર્જ વસૂલાશે. આ યુઝર ચાર્જ યાત્રીઓની ટિકિટમાં ઉમેરાઈ જશે. અને આ રકમનો ઉપયોગ રિડેવલપમેન્ટ માટે કરાશે. અને જ્યારે કામ પૂરુ થઈ જશે તો આ ચાર્જ રેલ્વેની થતી ખોટની ભરપાઈ કરશે.
યાદવે કહૃાું કે, ભારતીય રેલ્વે પોતાના યાત્રીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા આપવા જઈ રહૃાું છે. સાથે જ તેઓએ કહૃાું કે ૭ હજાર રેલ્વે સ્ટેશનમાંથી ૧૦ કે ૧૫ ટકા સ્ટેશનો પર યુઝર ફી લેવામાં આવશે. ૭૦૦-૭૫૦ રેલ્વે સ્ટેશનો એવા હશે જ્યાં આગામી પાંચ વર્ષોમાં ભીડ વધવાનું અનુમાન છે. યુઝર ચાર્જ વસૂલવાનું કામ ધીરે ધીરે અને તબક્કાવાર કરવામાં આવશે.