ભુતકાળમાં અમરેલી અને કુંડલા બેઠકમાં પેટાચુંટણી થયેલ

  • આ વખતે ધારી બગસરા બેઠક ઉપર થતી વિધાનસભાની પેટાચુંટણી પહેલી વખત નથી થતી
  • 1991માં અમરેલીના ધારાસભ્ય શ્રી દિલીપ સંઘાણી લોકસભામાં જતા આવી પડેલ પેટાચુંટણીમાં શ્રી પરસોતમભાઇ રૂપાલાને ભાજપે મેદાનમાં ઉતારેલ
  • 1992માં કુંડલામાં સ્વ. લલ્લુભાઇ શેઠના નિધનથી પેટાચુંટણી આવતા કોંગ્રેસે શ્રી ધીરૂભાઇ દુધવાળાને અને ભાજપે શ્રી બી.ટી.ખુમાણને મેદાનમાં ઉતારેલ

અમરેલી,
આ વખતે ધારી બેઠકના કોંગ્રેસમાંથી ચુંટાયેલા અને રાજીનામું આપી ભાજપમાં પ્રવેશેલા શ્રી જે.વી.કાકડીયાના રાજીનામાને કારણે પેટાચુંટણી આવી પડી છે પણ ધારી બગસરા બેઠક ઉપર થતી વિધાનસભાની પેટાચુંટણી જિલ્લામાં પહેલી વખત નથી થતી ભુતકાળમાં પણ અમરેલી અને કુંડલા બેઠકમાં પેટાચુંટણીઓ થયેલ હતી.
1991માં અમરેલીના ધારાસભ્ય શ્રી દિલીપ સંઘાણી લોકસભામાં જતા અમરેલી વિધાનસભા બેઠક ઉપર પેટાચુંટણી આવી પડી હતી અને કોંગ્રેસના ઉમેદવાર શ્રી લક્ષ્મણભાઇ સાવલીયાને હરાવી ભાજપના શ્રી પરસોતમભાઇ રૂપાલા વિજય થયા હતા 1990 નો દાયકો અમરેલી જિલ્લાના રાજકારણ માટે ટર્નીગ પોઇન્ટ જેવો સાબિત થયો હતો આ અરસામાં જ અમરેલી જિલ્લો લાઇટમાં આવ્યો હતો 1990 માં અમરેલી બેઠક ઉપરથી બીજી વખત વિજેતા થયેલા શ્રી દિલીપ સંઘાણી ગુજરાત સરકારમાં મંત્રી બન્યા હતા અને માર્ગમકાન અને જેલ વિભાગના મંત્રી પદે ચીમનભાઇ પટેલની સરકારમાં તેમણે એક વર્ષ પુરૂ કર્યુ હતુ ત્યાર બાદ 1991 ની લોકસભા તે સ્વ. મનુભાઇ કોટડીયાની સામે લડયા હતા અને સ્વ. કોટડીયાને પરાજીત કરી સાંસદ બન્યા હતા.
શ્રી દિલીપ સંઘાણી સાંસદ બનતા અમરેલી વિધાનસભાની સીટ ખાલી પડી હતી જેમાં ભાજપ પાસે અમરેલી માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન શ્રી મોહનભાઇ નાકરાણી અને વર્તમાન કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાનુ નામ આવ્યુ હતુ ભાજપે આ પેટા ચુંટણીમાં શ્રી રૂપાલાને ઉભા રાખ્યા હતા અને તેની સામે કોંગ્રેસમાંથી શ્રી લક્ષ્મણભાઇ સાવલીયા ઉભા હતા આ અમરેલીની ચુંટણીની સાથે જામનગર, ગોધરા, બોરસદ, વાગરાની પણ ચુંટણી હતી.
અમરેલીની જેમ જ 1992માં સાવરકુંડલા વિધાનસભા બેઠકમાં પણ પેટાચુંટણી આવી પડી હતી કારણકે આ બેઠક ઉપર જુની પેઢીના લોકસેવક અને અપક્ષ રીતે ભાજપના ટેકાથી લડીને ચુંટાયેલા શ્રી લલુભાઇ શેઠનું નિધન થયુ હતુ અને સ્વ. લલુભાઇ શેઠના નિધનથી પેટાચુંટણી આવી પડી હતી લલુભાઇ જ્યારે ચુંટણી લડયા ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે કાઠી ક્ષત્રીય સમાજના આગેવાન શ્રી બબલાભાઇ ખુમાણે અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેમણે નોંધપાત્ર મત મેળવ્યા હતા જેથી આ વખતે કોંગ્રેસે શ્રી ધીરૂભાઇ દુધવાળાને મેદાનમાં ઉતારતા ભાજપે શ્રી બી.ટી.ખુમાણને મેદાનમાં ઉતારેલ જેમાં શ્રી દુધવાળા વિજેતા થયા હતા સાવરકુંડલાની આ પેટાચુંટણી ભાજપ માટે અને કોંગ્રેસ બંને માટે મહત્વની હતી અપક્ષ ધારાસભ્યની ખાલી પડેલી જગ્યા અંકે કરવા માટે ભાજપના શ્રી અડવાણી, શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી સ્વ. ચીમનભાઇ પટેલ સહિતના ધુરંધરોએ સાવરકુંડલાના ન્યાયાલય મંદિરમાં સભાઓ ગજવી હતી પણ તેમ છતા કોંગ્રેસના શ્રી દુધવાળા વિજય થયા હતા.
અમરેલી અને સાવરકુંડલાની જેમ જ આ વખતે વિચિત્રતા ધરાવતી ધારીની બેઠક ઉપર ચુંટણી આવી પડી છે અહીં પાટીદાર સમાજ ઉપરાંત કોળી, દલીત, કાઠી, પ્રજાપતી, આહિર, મુસ્લિમ સમાજના નોંધપાત્ર મતો છે એક સમયે સ્વ. મનુભાઇ કોટડીયાનો ગઢ ગણાતી ધારી બેઠક ઉપર કોંગ્રેસમાંથી વિજેતા થયેલા શ્રી જે.વી.કાકડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા આ બેઠકમાં પેટાચુંટણી આવી પડી છે અને આ વખતે ભાજપમાંથી ભાજપની સામે જ લડેલા અને જીતેલા શ્રી જે.વી.કાકડીયાના નામની સંભાવના છે જો કે વચ્ચે એવી વાત પણ ઉડી હતી કે આ બેઠક ઉપર શ્રી દિલીપ સંઘાણી કે પુર્વગૃહમંત્રી શ્રી ગોરધનભાઇ ઝડફીયાને પણ મેદાનમાં ઉતારી શકાય છે.આ વખતે આ બેઠક ઉપર ભાજપના જ સમર્થક ગણાતા શ્રી ભરતભાઇ ટાંકના ધર્મપત્ની શ્રીમતી ઉર્વીબેન ટાંકે ઉમેદવારી પત્ર ઉઠાવ્યુ છે અને આ બેઠક ઉપર ભાજપના કમીટેડ વોટ ગણાતા પ્રજાપતી સમાજના નોંધ પાત્ર મતો છે જેને તે મોટી અસર કરી શકે છે હાલના સંજોગો જોતા ઓછા મતદાનની સંભાવના વાળી આ બેઠક ઉપર બહુપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા છે. ધારી બગસરા બેઠક ઉપર ભુતકાળમાં ભાજપ કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી વચ્ચે થયેલી ચુંટણીમાંત્રી-પાંખીયો જંગ ખેલાયો હતો. આ વખતે બીજી પ્રાદેશીક પાર્ટી કોઇ સક્ષમ ઉમેદવારને ન ઉભો રાખે તો પણ શ્રીમતી ઉર્વિબેન ટાંક અપક્ષ ઉમેદવારી કરે તો તેમનાં મતો નિર્ણાયક બની શકે છે.