ભુવામાં શ્રી પરશોતમભાઇ રૂપાલાની વિરાટ જાહેરસભા

  • મોટા જીંજુડા જિલ્લા પંચાયત સીટના ભાજપ ઉમેદવાર શ્રી હેમાક્ષીબેન રાણાભાઇ રાદડીયાની હરીફોને હંફાવતો રેલી સ્વરૂપે રેલો 

અમરેલી,
મોટા જીંજુડા જિલ્લા પંચાયત બેઠકમાં કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ જાહેર સભા સંબોધી હતી.
અમરેલી જિલ્લાના કુંડલા પંથકમાં મોટા જીંજુડા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર શ્રી હેમાક્ષીબેન રાદડીયાના સમર્થનમાં વિરાટ રેલી કુંડલા પંથકના ગામોમાં યોજાઇ હતી અને ભુવા ખાતે ભારત સરકારના મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાની વિરાટ જાહેરસભામાં જોડાઇ હતી.
સાવરકુંડલા પંથકમાં સર્વત્ર કેસરીયો માહોલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લા પંચાયતના મોટા ઝીંઝૂડા 25 સીટના ઉમેદવાર હેમાક્ષીબેન રાહુલભાઈ રાદડિયા તથા તાલુકા પંચાયત નિ 6 સીટના ઉમેદવારના સમર્થનમાં ભવ્ય કાર અને બાઈક રેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો કાર અને બાઈક સાથે જોડાયા હતા આ રેલીને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, વંડા બેઠકના ઉમેદવાર શ્રી પૂનાભાઈ ગજેરાએ પ્રસ્થાન કરાવ્યું હતુ આ રેલી મોટા જીંજુડાથી નાના જીંજુડા, પીયાવા, આંકોલડા, ફાચરીયા, ખાલપર, કેરાળા, અમૃતવેલ, મોલડી, જુના સાવર થઇ ડી.જે સાથે ખુલ્લી જીપ, કાર, બાઇકનો જંગી કાફલો જિલ્લા પંચાયત સીટના 26 ગામમાં ફરી ને ભૂવા મુકામે કેન્દ્રિય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાની જંગી સભામા જોડાઇ હતી.