ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી: હાલ વેન્ટિલેટર સપોર્ટ પર

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત બુધવારે વધારે ખરાબ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહૃાું છે કે, ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમની તબિયત વધારે લથડી છે. સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે આ જાણકારી આપી છે.
પ્રણવ મુખર્જીની સારવાર કરી રહેલા ડોક્ટરેએ જણાવ્યું છે કે, શ્રી પ્રણવ મુખર્જીની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે કેમકે તેમના ફેફસામાં ઈન્ફેક્શન થઈ ગયું છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે.
મુખર્જીને ૧૦ ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા અને તેમની બ્રેઈન સર્જરી થઈ હતી. અગાઉ તેમનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.