ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર: હજુ વેન્ટિલેટર પર

દૃેશના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિ હેમોડાયનેમિકલી સ્થિતિ સ્થિર છે અને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ, દિલ્હી કેન્ટે શુક્રવારે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્ય અંગે બુલેટીન જારી કર્યું હતું-જેમાં કહેવામાં આવ્યુ હતું પ્રણવ મુખર્જીની સ્થિતિ સ્થિર છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે અને વેન્ટીલેટર સપોર્ટ પર છે. હોસ્પિટલે કહૃાું કે તેમના મહત્વના અને ક્લિનિકલ પેરામીટર સ્થિર છે એટલે કે હેમોડાયનેમિકલી સ્થિતિ સ્થિર છે.
આ અગાઉ ગઈકાલે હોસ્પિટલે જણાવ્યું હતું કે તેમના શ્ર્વાસની સ્થિતિમાં સામાન્ય સુધારો થયો છે પણ તેમને જીવન રક્ષક પ્રણાલી પર રાખવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખર્જીને ગંભીર હાલમાં ૧૦ ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તપાસ સમયે એવી માહિતી સામે આવી હતી કે તેમના માથામાં લોહી જામી જતુ હતુ.બાદમાં તેમના પર ઈમર્જન્સી જીવન રક્ષક સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ કોરોના પોઝિટિવ પણ હતા. પ્રણવ મુખર્જીએ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ૧૩માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.