ભૂમિ પેડનેકર તથા વિકી કૌશલ પણ થયા કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહૃાો છે. બોલિવૂડ તથા ટીવી સ્ટાર્સ પણ કોરોનાનો ભોગ બની રહૃાાં છે. અક્ષય કુમાર અને ગોવિંદા બાદ હવે બોલિવૂડ ભૂમિ પેડનેકર અને વિકી કૌશલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભૂમિએ સો.મીડિયામાં કહૃાું, ’મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે મારામાં થોડાં લક્ષણો છે, પરંતુ મને સારું છે અને હું આઈસોલેટ થઈ ગયું છું. હું ડૉક્ટર્સે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરી રહી છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમને વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે. સ્ટીમ, વિટામિન-સી, ફૂડ તથા સારો મૂડ..હાલની પરિસ્થિતિને હળવાશથી ના લેશો, મેં તમામ પ્રકારની સાવચેતી રાખી હોવા છતાંય મને કોરોના થયો. માસ્ક પહેરો, હાથ સતત ધોતા રહો અને સો.ડિસ્ટન્સિંગનું પાલન કરો.’

વિકી કૌશલે સો.મીડિયામાં કહૃાું, ’તમામ સાવચેતી રાખ્યા હોવા છતાંય મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હોમ ક્વૉરન્ટીન છું. ડૉક્ટર્સે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરી રહૃાો છું. મારા સંપર્કમાં આવનાર તામમ લોકોએ પોતાનો ટેસ્ટ કરાવી લો. સાવચેતી રાખો અને સલામત રહો.’