ભૂલથી આવેલા પાકિસ્તાની બાળકને ભારતીય જવાનોએ પાકિસ્તાનને પરત કર્યો

ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર તહેનાત ભારતીય જવાનોએ માનવતાનો પરિચય આપ્યો છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડરમાં એક ૮ વર્ષનો પાકિસ્તાની બાળક ભૂલથી ભારતીય બોર્ડરમાં આવી ગયો હતો. જોકે, ભારતીય જવાનોએ બાળકને બિસ્કીટ અને ભોજન જમાડી પાકિસ્તાનના રેન્જર્સને સોંપી દીધો હતો. પાકિસ્તાની બાળકનું નામ કરીમ છે.

જોકે, શુક્રવારે સાંજે ૫ વાગ્યે આસપાસ બાડમેરના બાખાસર બોર્ડર પાસેની પાકિસ્તાની કરીમ ભારતની બોર્ડરમાં આવ્યો હતો. ત્યારબાદ તે અહીં આવીને મોટે મોટેથી રોતો હતો. જવાનોએ બાળકને ભોજન જમાડી પાકિસ્તાન રેન્જર્સને સોંપી દીધો હતો. આના કારણે પાકિસ્તાની રેન્જર્સે સીમા સુરક્ષા બળના જવાનોની વખાણ કર્યા હતા.

ગુજરાત ફ્રન્ટિયરના પ્રવક્તા ડીઆઇજી એમ. એલ. ગર્ગે જણાવ્યું કે, પાકિસ્તાનમાં થારપારકર જિલ્લાના નાગર પારકર વિસ્તારમાં રહેતો ૮ વર્ષનો કરીમ ભૂલથી બોર્ડરને ઓળંગી ભારતીય સીમામાં પ્રવેશી ગયો હતો. બાળકને જોતા જ જવાનોએ તેને ભોજન આપ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાની રેન્જર્સે મીટિંગ કરીને તેને પાછો તેના હવાલે કરી દીધો.