અનીસ બાઝમીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨માં કાર્તિક આર્યન લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અન્ય લીડ કૅરૅક્ટર્સમાં કોણ જોવા મળશે એના વિશે મેકર્સ તરફથી કશું જણાવવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સારા અલી ખાન જોવા મળશે એમ કહેવામાં આવી રહૃાું છે. આ ફિલ્મને ડિરેક્ટ કરી રહેલા અનીસ બાઝમીએ આ અફવાઓ વિશે કહૃાું હતું.
‘ભૂલ ભૂલૈયા ૨માં અક્ષયની હાજરી વિશે બાઝમીએ કહૃાું હતું કે, ‘હું માનું છું કે, અત્યારે એના વિશે કહેવું જલ્દૃી થશે. કેમ કે, ઓલરેડી અમે લોકો કામ કરી રહૃાા છીએ અને જુઓ શું થાય છે. અક્ષયજીની સાથે ઘણી બધી ફિલ્મ્સ કરી છે. ખૂબ જ સુંદૃર યાદૃો રહી છે. અમારી વચ્ચે ગ્રેટ રિલેશનશિપ છે. તેઓ આ ફિલ્મમાં હશે તો હું પણ ખૂબ ખુશ થઇશ. આ ફિલ્મમાં સારા અલી ખાનની એન્ટ્રી વિશે બાઝમીએ કહૃાું હતું કે, ‘ના, હજી અમે લોકો એ ફાઇનલ કરી રહૃાા છીએ. અત્યારે તો ફિલ્મમાં કાર્તિક જ છે. હું પણ અત્યારે મારી ફિલ્મ ‘પાગલપંતીના એડિિંટગમાં બિઝી છું.