ભેસવડીમાંથી દિપડાને પકડો નહીંતર મારી નાખીશું : ગ્રામજનો

  • દેશમાં દિપડાની વસતીમાં 60 ટકાનો વધારો : જિલ્લામાં માનવી અને રાની પશુઓ વચ્ચે ઘર્ષણનો પ્રારંભ : વન વિભાગને ભેસવડીનાં ગ્રામજનોની ચેતવણી 

અમરેલી
ભારતમાં દીપડાની વસ્તીમાં 60 ટકાનો વધારો વાઘ અને સિંહની વસ્તીમાં વૃદ્ધિ બાદ, ભારત હવે દીપડાની વસ્તીમાં વૃદ્ધિનું સાક્ષી બન્યું છે. વર્ષ 2014માં કરાયેલા 7,910 ના અનુમાનની તુલનામાં હાલના તબકકે દેશમાં 12,850 દીપડા છે. જે દીપડાની સંખ્યામાં 60 ટકા વૃદ્ધિ દર્શાવ છે. મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દીપડાની વસ્તી સૌથી વધુ હોવાનું અનુમાન છે જે અનુક્રમે 3,421, 1,783 અને 1,690 છે. પેટર્ન રિકિગશન સોફટવેરનો ઉપયોગ કરીને 51,337 દીપડાઓના કિલક કરાયેલા ફોટો ગ્રાફમાંથી 5,240 પુખ્ત દીપડાઓની ઓળખ કરવામાં આવી છે. આંકડાકીય વિશ્ર્લેષણના અંદાજ મુજબ દીપડાની વસ્તી 12,800 જેટલી છે જે વાઘની સંખ્યાની રેન્જમાં છે. તેવા સમયે ગીરનાં જંગલને અડીને આવેલા અમરેલી જિલ્લામાં દિપડાઓની સંખ્યા ભયજનક રીતે વધી રહી હોય તેમ દિપડાઓ જંગલ કરતા સીમ અને ગામમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યાં અને માનવીઓ ઉપર હુમલા કરી તેને ખાઇ રહ્યાં છે. જેની સામે હવે લોકો દિપડાને ભાળી મારી નાખવાની હદ સુધી જાય તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.
લીલીયા તાલુકાનાં ભેસવડીગામે છેલ્લા બે દિવસથી બે દિપડાઓએ દેખા દેતા ખેડુતોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે દિપડા સિંહની સરખામણીમાં વધુ હુમલાખોર હોય છે અને માનવીઓનો ભોગ લે છે. જેથી
ભેસવડી ગામનાં લોકોએ વન વિભાગને આ દિપડાઓને તાત્કાલીક પાંજરે પુરવા અને ભય દુર કરવા જણાવ્યું છે. જો વનવિભાગ આ રીતે તાત્કાલીક પગલા નહીં ભરે તો ગ્રામજનો સ્વબચાવ માટે દિપડાને મોતને ઘાટ ઉતારતા પણ નહી અચકાય તેમ શ્રી અરૂણભાઇ પટેલે જણાવ્યું છે.
બીજી તરફ ધારીનાં અમૃતપુર ગામે ખેતરમાં રહેલા સુરદાસ અને મનો દિવ્યાંગ વૃદ્ધને દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ વન વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી અને લોકો દ્વારા પણ આવી ઘટના બીજી વખત ન બને એ માટે તાત્કાલીક ધોરણે આ દીપડાને પાંજરે પુરવા માટે માગણી કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધને મોતને ઘાટ ઊતારનારી 6થી 9 વર્ષની દીપડી પાંજરે પુરાઈ ગઈ છે. હાલમાં ત્ોને વન વિભાગ દ્વારા જસાધાર સ્થિત એનિમલ કેર સ્ોન્ટર ખાત્ો ખસ્ોડવામાં આવી છે. પણ હવે આ દિપડીને પકડી તેને બદલે વન વિભાગે પહેલેથી જ તકેદારી રાખી હોત તો આ મનો દિવ્યાંગ વૃધ્ધ દિપડાનો ખોરાક ન બન્યા હોત અને આ જનાવરો પ્રત્યે લોકોમાં પણ રોષ ન ફેલાત.