ભેસાણ નજીક ધોળવાના યુવાનનું અપહરણ કરનાર ટોળકી ઝડપાઇ

જુનાગઢ,
ભેસાણ તાલુકાના ધોળવવા ગામના યુવાન ભાવેશ રામજીભાઇ બોરડ જુનાગઢ તરફ મોટરસાઇકલમાં આવતા હતા દરમિયાન બલીયવળ નજીક અજાણી મહિલાએ લીફટ માંગી હનીટ્રેપમાં ફસાવી યુવાનનું અપહરણ કર્યુ આ કેસમાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ખંડણીના રૂપિયા આંગડીયામાં મંગાવતા તે દિશામાં તપાસ કરી સમગ્ર બનાવના મુળ સુધી પહોંચ્યા હતા અને આરોપીઓ જેમાં અરવિંદ ઉર્ફે અનીલ અંબાભાઇ ગજેરા લાખાપાદર તાલુકો વડીયા, ભરત ડાયાભાઇ પારઘી પરબડી, જીનતબેન અલારખાભાઇ મોરવાડીયા સહિતને પકડી પાડી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.