તા. ૧૦.૯.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ ભાદરવા પૂનમ, શતતારા નક્ષત્ર, દ્યુતિ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
મંગળના વૃષભ રાશિમાં આવવા સાથે અત્રે લખ્યું હતું કે રમત ગમતની જગ્યા એ સ્ટેડિયમમાં અને હોટેલ અને રેસ્ટોરન્ટ જેવી જગ્યાએ મહત્વની ઘટના બને જે સંદર્ભે ભારતના મેચ પેહલા જ સ્ટેડિયમની નજીકમાં આગજનીની ઘટના બની તો સોનાલી ફોગાટ કેઈસમાં હોટેલ ચર્ચા માં આવી વળી તેને સીલ પણ કરવામાં આવી જે વિષે અગાઉ લખી ચુક્યો હતો. તો બીજા લેખમાં અત્રે લખ્યા મુજબ ઘણા હાઈ પ્રોફાઈલ દંપતીઓ વચ્ચે જગડા અને ડાઇવોર્સ કેઈસ જોવા મળ્યા વળી જેમાં પ્રખ્યાત સિંગર હાનિ સીંગ અને તેની પત્ની શાલિની તલવાર વચ્ચે કરોડોની લેતી દેતી પછી ડાઇવોર્સ થયા છે. હાલમાં મંગળ મહારાજ વૃષભમાં ચાલી રહ્યા છે અને હજુ ૧૬ ઓક્ટોબર સુધી વૃષભ રાશિમાં રહેશે ત્યારબાદ મંગળ મહારાજ બુધના ઘરની મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સેનાપતિ મંગળ મહારાજ જયારે મિથુનમાં જાય છે ત્યારે થોડો વ્યાપારી અભિગમ વધે છે અને મંગળના ક્ષેત્રોમાં વ્યાપારીકરણ વધે છે વળી મંગળના ક્ષેત્રોમાં વધુ પ્રાઇવેટાઇઝેશન પણ જોવા મળે. આજરોજ શનિવારને ભાદરવી પૂનમ છે જેનું આપણે ત્યાં ખુબ મહત્વ છે વળી પિતૃ પક્ષનો પ્રારંભ થઇ રહ્યો છે આ પક્ષમાં પિતૃને યાદ કરી દાન ધર્મ કરવા જોઈએ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ.