તા. ૧૧.૧૦.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ આસો વદ બીજ, અશ્વિની નક્ષત્ર, હર્ષણ યોગ, તૈતિલ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
હજુ હમણાં જ ૮ ઓક્ટોબર શનિવારના અંકમાં લખ્યા મુજબ શ્રી મુલાયમસિંહ યાદવના રૂપમાં આપણે એક સારા રાજનેતા ગુમાવ્યા છે. બીજી તરફ મંગળના મિથુન પ્રવેશ પહેલાજ યુક્રેન રશિયાની લડાઈ આખરી તબક્કામાં પહોંચી ચુકી છે હાલ વક્રી ગ્રહોની ભરમાર વચ્ચે યુદ્ધનો ઉન્માદ વધતો જોવા મળે છે વળી મિથુનમાં મંગળ મહારાજ ૧૬ ઓક્ટોબરના પ્રવેશ કરશે અને સૂર્ય મહારાજ નીચસ્થ થવા પર જશે વળી મંગળ અને શનિ વચ્ચે ષડાષ્ટકની સ્થિતિ ઉત્પન્ન થશે જે ઘણા દેશને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની સીમા બચાવવા કે અન્ય કારણોસર યુદ્ધ જેવી સ્થિતિ તરફ લઇ જતા જોવા મળશે તો અગાઉ લખ્યા મુજબ ઘરઆંગણે પણ સારા વ્યક્તિવિશેષના સન્યાસ કે વિદાય જોવા મળે. સૂર્યના નીચસ્થ થવાથી સરકારોની મુશ્કેલીઓ વધતી જોવા મળે અને અનેક સમીકરણમાં ઉથલપાથલ થતી જોવા મળે. સેનાપતિ મંગળ મહારાજ વ્યવહારની રાશિમાં આવી રહ્યા છે ત્યારે બે સેના વચ્ચે વાટાઘાટોનો નવો દોર શરુ થાય વળી આ સમયમાં પોલીસ અને સેનાના મુખ્ય લોકો મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળશે વળી આ સમયમાં સેનાના સંદેશ વ્યવહારને લગતી બાબતો અને તેને લગતા સંશોધનો સીમાચિહનરૂપ રહેશે. મંગળના મિથુનમાં આવવાથી મોબાઈલ અને અન્ય કમ્યુનિકેશનના ગેઝેટ્સ વધુ ગતિવાળા અને લેટેસ્ટ ટેક્નોલોજીવાળા આવતા જોવા મળશે.