તા. ૧૮.૫.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ વૈશાખ વદ ત્રીજ, જ્યેષ્ઠા નક્ષત્ર, સિદ્ધ યોગ, વણિજ કરણ આજે સવારે ૮.૧૦ સુધી જન્મેલાંની ચંદ્ર રાશિ વૃશ્ચિક (ન ,ય ) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ).
મેષ (અ,લ,ઈ) : હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.
સિંહ (મ,ટ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે.
વૃશ્ચિક (ન,ય) : મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
મંગળના મીન પ્રવેશ સાથે મંગળ વિષે લખ્યા બાદ અનેક મિત્રોએ મંગળ વિષે વધુ જણાવવા આગ્રહ કર્યો છે તો અત્રે મંગળ ગ્રહ વિષે થોડી વાત લખું છું. કોઈ જાતકની કુંડળીના લગ્ન ભાવ, ચોથા ભાવ, સાતમા ભાવ, આઠમો ભાવ અને બારમા ભાવમાં મંગળ હોય તો કુંડળી માંગલિક કહેવાય છે. માંગલિક જાતકોના લગ્ન સંબંધો વિચારણીય બને છે. અત્રે મંગળના સ્વભાવને સમજવાની જરૂર છે. ખરેખર મંગળ ઉર્જાનો ખજાનો છે, સેનાપતિ છે અને ઉગ્ર છે માટે તેને જીવનસાથી પણ ઉર્જાવાન જોઈએ છે અને માટે જ મંગળ સામે મંગળ જોવાની પ્રથા છે. હકીકતમાં મંગળ વાળા જાતક પોતાનું કાર્ય જોશભેર કરતા હોય છે અને સ્ફૂર્તિ થી ભરપૂર હોય છે તરત જ પ્રતિભાવ આપનારા હોય છે માટે મંગળ હોવો એ ખરાબ નથી પરંતુ જીવનસાથી બાબત માં કુંડલીના ગ્રહો મેળવી લગ્ન કરવામાં આવે તો પરેશાની થતી નથી હકીકતમાં લગ્ન જીવનમાં આવતી અડચણો એ ગ્રહોના કારણે સ્વભાવમાં રહેલી ભિન્નતાથી સર્જાય છે, માટે જ મેળાપક જરૂરી છે તેમ કહી શકાય. કુંડળી મેળાપકમાં માત્ર મંગળ જ નહિ અન્ય ગ્રહો પણ મળે છે કે કેમ એ ચકાસવું જરૂરી હોય છે વળી નક્ષત્ર મુજબ અંક પણ જોવા જોઈએ. અત્રે આપણે મંગળની વાત કરીએ છીએ તો એ જાણી લઈએ કે મંગળ હોવો એ ખરાબ નથી પણ મંગળના ગુણધર્મ સમજી જીવનમાં ફેરફાર કરવામાં આવે તો મંગળ પ્રગતિ કરાવનાર બને છે. જેમ કે મંગળવાળા લોકો ગુસ્સા અને આવેશ પર સંયમ રાખે અને રિએક્શન આપવામાં ઉતાવળ ના કરે બોલવામાં ઉતાવળ ના કરે તો તેમની ઉર્જાથી તેઓ ખુબ આગળ વધી શકે છે. આમ મંગળ ને સમજી આગળ વધીએ તો મંગળ સદા મંગલકારી જ છે.!!
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી