મંગળ ધન માં માહિતીના અધિકારનો મહત્તમ ઉપયોગ કરાવનાર બને

  • તા ૧૧.૧.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ પોષ સુદ નોમ, અશ્વિની  નક્ષત્ર, સિદ્ધ યોગ, તૈતિલ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ)            : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

મંગળ મકરમાં હોય ત્યારે વ્યક્તિનું કાર્યક્ષેત્ર સારું બનાવે
અગાઉ લખ્યા મુજબ હાલ ગોચરમાં મંગળ અને કેતુ સાથે ચાલી રહ્યા છે વળી કાલસર્પયોગ પણ બની રહ્યો છે જેની અસર તળે  ઘટનાક્રમ ચાલી રહ્યો છે આગામી ૧૪ તારીખે ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મકર રાશિમાં એટલે કે પોતાના પુત્રની રાશિમાં પ્રવેશ કરશે જેને આપણે મકરસંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ અને ત્યારથી સૂર્યનું ઉત્તર તરફ અયન શરુ થાય છે તો એના પછી તરત જ મંગળ મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ મહારાજ ધન માં માહિતીના અધિકારનો મહત્તમ ઉપયોગ કરાવનાર બને છે માટે મંગળ ધનમાં આવતા માહિતી અધિકાર માંગવાની બાબતો વધતી જોવા મળશે વળી આ સમયમાં અનેક ચળવળ સામે આવતી જોવા મળશે તથા લોકો તેના અધિકાર બાબતમાં વધુ સભાન થતા જોવા મળશે. મંગળ મહારાજ કર્ક રાશિમાં નીચસ્થ બને છે જયારે મકર રાશિમાં ઉચ્ચના બને છે તેનું કારણ એ છે કે મંગળ અને ચંદ્રને સારું ભળે છે તો પણ ચન્દ્રની રાશિ કર્કમાં એ એટલે નીચસ્થ બને છે કેમ કે મંગળ ઉગ્ર હોવા છતાં લોજીક થી ચાલે છે જયારે કર્ક રાશિ લાગણીની રાશિ છે જ્યાં લોજીક નથી માટે મંગળનો સેનાપતિ જેવો સ્વભાવ ત્યાં લાગણીથી પરેશાન થાય છે જયારે મકરના મલિક શનિ મહારાજ સાથે એટલું ના ભળતું હોવા છતાં આ રાશિ કામકાજની રાશિ છે શિસ્તની રાશિ છે કડક પગલાં ભરવાની રાશિ છે માટે મંગળને ત્યાં સારું લાગે છે માટે ત્યાં એ ઉચ્ચના ગણાય છે અને મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે મંગળ જયારે મકરમાં હોય ત્યારે વ્યક્તિનું કાર્યક્ષેત્ર સારું બનાવે છે તથા વ્યક્તિ સ્વબળે આગળ આવતો જોવા મળે છે.