મંગળ મહારાજ ઉગ્ર છે, ત્વરિત નિર્ણય કરી ઝડપી પગલાં લે છે.

  • તા. ૬.૮.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ શ્રાવણ સુદ નોમ,  વિશાખા   નક્ષત્ર, શુક્લ  યોગ, બાલવ કરણ આજે બાપરે ૧૨.૦૫ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ  તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન ,ય) .

 

મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) :  તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ)            :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) :  તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

સેનાપતિ મંગળ મહારાજ ૧૦ ઓગસ્ટથી વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. મંગળ મહારાજ ૧૦ ઓગસ્ટથી ૧૬ ઓક્ટોબર સુધી વૃષભ રાશિમાં રહેશે. મંગળ મહારાજ ઉગ્ર છે ત્વરિત નિર્ણય કરનાર છે અને ઝડપી પગલાં લે છે. વૃષભમાં મંગળ એકંદરે શાંત ભૂમિકા ભજવે છે આ ભ્રમણ રાશિ મુજબ કેવું ફળ આપશે એ આપણે જોઈએ. મેષ રાશિને તેમને કરેલા કાર્યના સારા પરિણામ પ્રાપ્ત થતા જોવા મળશે જયારે વૃષભ રાશિ ફોકસથી પોતાનું કાર્ય કરી શકશે. મિથુન રાશિના મિત્રોએ ખર્ચથી સંભાળવું પડે વળી કાર્યમાં વિઘ્ન આવતા જોવા મળે કર્ક રાશિના મિત્રોને એકંદરે આ ભ્રમણ લાભદાયક રહેશે જયારે સિંહ રાશિના જાતકોને કાર્યમાં વેગ મળશે. કન્યાના મિત્રોને નવા કાર્યમાં સહાય મળશે જયારે તુલાના મિત્રોએ એ કોર્ટ કચેરીથી સંભાળવું પડે અને શુભ કાર્ય અટકતા જોવા મળે. વૃશ્ચિક રાશિના મિત્રોને ભાગીદારી અને દામ્પત્યજીવનમાં સંભાળવું પડે તો ધન રાશિના મિત્રોએ તબિયતની કાળજી લેવી જો કે શત્રુ પર વિજય મેળવી શકો. મકર રાશિના મિત્રોને અંગત અને લાગણીના સંબંધોમાં કાળજી રાખવી પડે જયારે કુંભના મિત્રોએ જમીન મકાન બાબતે સારું રહે તો મીન રાશિના મિત્રોને નવા કાર્યમાં સારી મદદ મળી રહે.