મંત્રી કાનાણીના પુત્રની મહિલા કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણુક, ઓડિયો ક્લિપ વાયરલ

  • લેડી કોન્સ્ટેબલ તાડુકી, ‘હું કંઈ તારા બાપની નોકર છું?
  • કર્યુનું પાલન કરાવતી મહિલા કોન્સ્ટેબલે રોકતા મામલો બિચકાયો

    સુરતમાં ગતરોજ એક ઓડિયો વાયરલ થયો હતો. જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દૃરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દૃીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી. જોકે અધિકારીને આ મામલે ફરિયાદ કરતા અધિકારી દ્વારા આ મહિલાની વાત સાંભળવાની જગ્યા પર તેને ખખડાવામાં આવતી. હોવાને લઈને આ મહિલા કર્મચારી દ્વારા ઓડિયો વાઇરલ કરવામાં આવ્યો છે.
    સુરતમાં કોરોનાના સતત કેસ વધી રહૃાા છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને કોરોનાની ગાઈડ લાઇનનું કડકપણે પાલન કરવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. ત્યારે સાંજ પડતાની સાથે કડકપણે કર્યૂનું પાલન પણ કરવાનું છે. ત્યારે ગતરોજ સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કર્મચારીએ તે વિસ્તરમાંમાંથી ૧૦.૩૦ વાગ્યે ગાડી પસાર થતા તેને અટકાવી હતી. જોકે આ ગાડીમાં પાંચ લોકો બેઠા હતા અને સાથે માસ્ક નહિ પહેર્યુ હોવાને લઈને તેમને જાણકારી આપી રહૃાા હતા ત્યારે આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા, અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્ર હોવાનું કહીને મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા.
    જોકે મહિલા સાથે આ રીતે વાત કરતા મહિલા કર્મચારી પણ ઉશ્કેરાઈ હતી ને સુનીતા યાદૃવે કહૃાું હતું કે, ’પોલીસની વર્દૃીમાં બહુ પાવર છે. વડાપ્રધાન મોદૃીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં’ તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દૃેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી. મને અહીં ૩૬૫ દિૃવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દૃીકરો છે તો શું થયું. એક કામ કરો મારી બદૃલી કરાવી દૃો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દૃેજો.
    કોન્સ્ટેબલે વરાછા પો. સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો. જોકે આ બબાલ ચાલી રહી હતી તે સમયે આરોગ્ય મંત્રીનો દૃીકરો પણ ત્યાં આવી પોંહચ્યો હતો. જોકે મહિલાએ અધિકારી ને ફરિયાદૃ કરતા અધિકારી દ્વારા તેને સાંભળવાની જગ્યા પર ખખડાવામાં આવી હતી. જોકે ત્યાર બાદૃ આ મહિલા દ્વારા આ ઓડિયો કલીપ વાઇરલ કરવામાં આવી હતી કારણકે મંત્રીના દૃીકરા દ્વારા પોતાનું કામ કરતા સમયે ધમકાવામાં આવે તે સાંભળી લેવામાં થોડી આવે અને પોલીસ વિભાગ દ્વારા પોતાની ફરજ બજાવતી હોવા છતાંય એક્શન લેવામાં આવી રહૃાા હતા જેને લઈને સુનીતાએ મોડી રાત્રે રાજીનામું પણ આપી દૃેવાની વાત પણ સામે આવી છે.