મંત્રી શ્રી પાનસુરિયાએ આઇએએસ અધિકારીને ખખડાવવા પડયાં

અમરેલી,
હમણા આપણી ઉપરથી બિપરજોય વાવાઝોડાની મોટી ઘાત ગઇ એક પણ જાનહાની ન થઇ પણ તેની પાછળની ઘટનાઓની બહુ ઓછા લોકોને ખબર છે તોકતે વાવાઝોડા વખતે અમરેલી જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કરી ચુકેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને વાવાઝોડાની ઘાતકતાની ખબર હતી જેથી વિશાળ દેશના વડાપ્રધાન હોવા છતા ગુજરાત રાજયના એક જિલ્લાની અને અબોલ પશુપંખીઓની ખેવના રાખી સતત મોનીટરીંગ કરી રહયા હતા કેન્દ્ર સરકારની ટીમને મોકલી હતી અને રાજયના મૃદુ પણ મકકમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ પણ પોતાના મંત્રી મંડળની સક્ષમ ટીમને ભુજ મોકલી પોતે ગાંધીનગરમાં મોરચો સંભાળ્યો હતો પણ તેમા સરકારના હાથપગ જેવા અધિકારીઓનું પણ એટલુ જ મહત્વનું યોગદાન હતુ આમ જોવા જઇએ તો સરકાર જશ લઇને બેસી શકી હોત પણ આ સંવેદનશીલ સરકારના યુવાન મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ લોકોને બચાવવા માટે પોતાને ભુલી કામ કરી રહેલા કર્મયોગી એવા આઇએએસ અધિકારીનું સન્માન કર્યુ ત્યારે એક અનોખી ઘટના અને કામગીરી સામે કચ્છમાં વાવાઝોડાની અસાધારણ સ્થિતિમાં હજારો લોકોનું સ્થળાંર કરવામાં આવેલું. વાવાઝોડા બાદ હજારો વીજપોલ ક્ષતિગ્રસ્ત થયેલા. સેંકડો ગામડાઓમાં વીજળી પુન: સ્થાપિત કરવી પડકારજનક બની ગયેલ. આવી વિકટ સ્થિતિમાં પોતે પ્રેગનેન્ટ હોવા છતાં, પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યાં વિના પ્રીતિ શર્માએ વાવાઝોડા પહેલા અને પછીની સ્થિતિમાં રાતદિવસ કામ કરી ફરજનિષ્ઠાનું બેમિસાલ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરી અધિકારીઓ તથા રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા તેમને વિશ્રામ લેવા વારંવાર જણાવ્યું હોવા છતા પ્રીતિ શર્મા પોતાના કામમાં ઓતપ્રોત હતા અને તા. 14મીએ તો રાત્રે એક વાગ્યે તે ડેસ્ક ઉપર કામ કરી રહયા હતા ત્યારે  સાતમા મહીને પણ લોકો માટે કામ કરી રહેલ કર્મયોગી જેવા પ્રીતિ શર્માને સંવેદનશીલ શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ ખખડાવી નાખી અને આરામ કરવા મોકલી આપ્યા હતા
કચ્છના પ્રભારી મંત્રી અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયા જોઇન્ટ એમ. ડી. ની આ ફરજનિષ્ઠાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. જેથી તેઓશ્રીએ કચ્છ ખાતે તેમની સમર્પિત સેવાનું શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. મંત્રીશ્રીએ આ સમયે જણાવ્યું હતું કે, આવા સનિષ્ઠ અધિકારીઓ રાજ્ય માટે એસેટ સમાન છે. અસાધારણ સંજોગોમાં આવી નમૂનારૂપ ફરજ બજાવવા બદલ મંત્રીશ્રીએ પ્રીતિ શર્માને અભિનંદન આપી એમની સેવાઓને બિરદાવી હતી.લોકોને બચાવવાનો જંગ લડતા કર્મયોગી અધિકારી અને મંત્રી બન્ને એક સે બઢકર એક હોય ત્યારે કોની તાકાત છે કે આવી કામ કરતી સંવેદનશીલ ડબલ એન્જીન સરકાર હોય ત્યા ગુજરાતની અને દેશની પ્રગતિ રોકી શકે ?.