મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી, કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય

પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અબાડાસા, ધારી, ડાંગ, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા જેવી સાત બેઠકો પર ભાજપ સારી એવી લીડથી આગળ નીકળી ગયું છે. સીઆર પાટીલ ભાજપના પ્રમુખ બન્યા બાદની આ તેઓની પ્રથમ ચૂંટણી છે. હાલ સુત્રો દ્વારા મળી રહેલા સમાચાર અનુસાર ગુજરાત ભાજપે પેટા ચૂંટણીમાં આઠે આઠ બેઠકો પર જીત મેળવી લીધી અને કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ સમયે પોતાની હાર સ્વીકાર કરતુ ટ્વીટ કરવામાં આવ્યું છે અને ભાજપના વિજેતા નેતાઓને જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા છે. ધાનાણી દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં ભાજપના નેતાઓને જીતના અભિનંદન સાથે સાથે તેમના પર નિશાન પણ સાધ્યું છે અને પોતાની આગવી શૈલીમાં નેતાઓને આડેહાથ લીધા છે. અને કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો નો આભાર વ્યકત કરતા તેમણે આ લડાઈમાં અડીખમ ઉભા રહેવા બદલ સલામ કરી છે.

ધાનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી નિશાન સાધતા કહૃાું છે કે,

“પેટા ચૂંટણીના પરિણામ”

પરિણામ ઈ અમારી ’ઊણપો’નો અરિસો, “જનાદેશ”નો નત મસ્તકે સ્વીકાર કરુ છુ,

મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી, કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય, ભાજપના “ભાઈ” અને “ભાઉ” સહિત, વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન, આઝાદીની લડાઈમા અડીખમ ઊભેલા, કોંગ્રેસી કાર્યકરોને સલામ..!