મકરનો શુક્ર કુંડળીમાં હોય ત્યારે વ્યક્તિ ધીમે ધીમે પોતાની પ્રતિભા દર્શાવનાર બને

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ.

અગાઉ લખ્યા મુજબ ગ્રહણ અને મંગળના રાશિ પરિવર્તન સાથે મંગળ કેતુ યુતિ થવાથી નાગાલેન્ડમાં શરતચુકથી અનેક લોકો માર્યા ગયા છે તો નવા વેરિઅંટ ઓમીક્રોનનો કહેર વધતો જાય છે જેની સામે સાવધાની રાખવી અત્યંત જરૂરી બને છે વળી મંગળ જ્વાળામુખીને પણ સક્રિય કરનાર છે જેથી ઇંડોનેશિયામાં સેમેરુ જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ થઇ રહ્યા છે આ બધા વચ્ચે અગાઉ લખ્યા મુજબ ભારત તેની કૂટનીતિ મુજબ આગળ વધી રહ્યું છે અને પુતિન સાથેની ચર્ચાઓ અને ડીલ આતંકવાદથી લઈને વ્યાપાર અને ક્ષેત્રમાં સંતુલન સ્થાપવામાં મદદકર્તા બનશે. આજરોજ અંગારકી વિનાયક ચોથ છે. 8 ડિસેમ્બરે શુક્ર મહારાજ મકરમાં જશે જયારે 9 ડિસેમ્બરે બુધ મહારાજ ધનમાં જશે જે શેર બજાર અને આભાસી મુદ્રા પર માઠી અસર કરનાર બનશે. મિત્ર શનિના ઘરમાં શુક્ર ધીમે ધીમે પોતાનો રંગ બતાવે છે અને ક્યારેક તંદ્રાવસ્થા જેવું સ્વપ્ન આપનાર બને છે. મારા વર્ષોના અવલોકનમાં મેં જોયું છે કે જયારે મકરનો શુક્ર કુંડળીમાં હોય ત્યારે વ્યક્તિ ધીમે ધીમે પોતાની પ્રતિભા દર્શાવનાર હોય છે અને તે તેની કલા અને પ્રતિભાનો ઉપયોગ પોતાના વ્યવસાય માટે કરી શકતો હોય છે આવા વ્યક્તિમાં રચનાત્મકતા હોય છે પરંતુ તેઓ ખૂલવામાં સમય લે છે મારા એક ક્લાયન્ટને મકર નો શુક્ર હતો ત્યારે મેં તેમને આજીવિકા માટે પોતાની પ્રતિભાનો ઉપયોગ કરવા જણાવ્યું તેમાં તેમને ધીમે ધીમે ખુબ સફળતા મળી.

  • રોહિત જીવાણી