મકરસંક્રાંતિ પર્વ નિમિતે રાજુલાએ સ્વયંભુ બંધ પાળ્યો

રાજુલા,
રાજુલા શહેર આ વખતે મકરસંક્રાંતિ દિવસે સ્વયંભુ બંધ પાડયો હતો રાજુલા શહેર તો આમ તો વર્ષોથી મકરસંક્રાંતિના દિવસે શહેર ખુલ્લું રહેતું હોય છે પરંતુ આ વખતે કોરોનાની મહામારી ને કારણે રાજુલા શહેર સ્વયંભુ બંધ પાડયો હતો બજારો ખુલ્લા મેદાનમાં લોકોને પતંગ ચગાવતા જોવા મળ્યા ન હતા માત્ર નાના ભૂલકાઓ પોતાને અગાસી ઉપર પતંગ ચગાવતા તસવીરમાં નજરે પડે છે .
કાપ્યો પતંગ કે પતંગ ની હરીફાઈ જોવા મળી ન હતી આમ કોરોના મહામારી ને કારણે લોકો લાઈટ ન હોવા છતાં પોતાના ઘરે સવારથી સાંજ સુધી મોડી રાત્રી સુધી પોતપોતાના ઘરે રહ્યા હતા રાત્રીના કોઈ પણ એ આકાશમાં દીવડા વાળી પતંગ ચગાવી ન હતી તેમજ માયક ટેપ અવાજ પણ ક્યાં આવતો ન હતો માત્ર ગાયો કે ઠેકાણે નીરણ ઘાસ દાન કરવામાં આવ્યું હતું લોકો મા કોઈપણ જાત તો ઉત્સાહ જોવા મળ્યો ન હતો.