મછુન્દ્રી નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર સહિત ૩ લોકોને ક્રેન દ્વારા બચાવાયા

ઉના,
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ચાચવડ ગામની મછુન્દ્રી નદીના પ્રવાહમાં પથ્થર ભરેલ ટ્રેક્ટર સહિત ૩ લોકો ફસાયા હતા. જેથી ટ્રેક્ટર સહિત ત્રણેય લોકોને જેસીબી અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી.ઘટનાની વિગત અનુસાર ગીર પંથકમાં પડેલા વરસાદના પગલે ચાચવડ ગામની મછુન્દ્રી નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. મચ્છુદ્રી નદી પાસેથી ટ્રેક્ટર પસાર થઈ રહૃાું હતું. ત્યારે પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર સહિત ૩ લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દૃોડી આવ્યા હતા. સ્થાનિકોએ જેસીબી અને ક્રેનની મદદથી ટ્રેક્ટર સહિત ૩ લોકોને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા હતાં. જેથી જાનહાનિ ટળી હતી. મહત્વનું છે કે ગીર પંથકમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે.