અમરેલી,
સાવરકુંડલાના મઢડા ગામમાં મધરાત્રે નદીએ લઘુશંકા માટે ગયેલ બાળકીનો તેમની સાથે રહેલી બિલાડીને કારણે બચાવ થયો હતો.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે મધરાત્રે મઢડા ગામની નદીએ ગયેલ રવીના પ્રવિણભાઇ સોલંકીના હાથમાં તેમની પાળેલી બિલાડી હોય અને ત્યાં લપાઇને બેસેલ દિપડાએ તેણી પર તરાપ મારી બિલાડી છીનવી લીધી હતી. દિપડાએ હાથમાંથી બિલાડી છીનવતા બાળકીને ઇજા થઇ હતી તેથી બાળકીને અમરેલી સારવારમાં ખસેડાઇ હતી.આમ બિલાડીને કારણે આ બાળકી બચી ગઇ હતી.