મત્સ્યોદ્યોગ વિભાગની એસીબી યોજના લોન્ચ કરતા શ્રી રૂપાલા

નવી દિલ્હી,
મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આજે નવી દિલ્હીમાં મત્સ્યોદ્યોગ વિભાગની વાર્ષિક ક્ષમતા નિર્માણ યોજના (એસીબી) લોન્ચ કરી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી, ડો. એલ. મુરુગન, સભ્ય વહીવટીતંત્ર, સીબીસી, શ્રી પ્રવીણ પરદેશી, સચિવ, ડો. અભિલક્ષ લખી, સંયુક્ત સચિવ, શ્રી સાગર મહેરા અને મત્સ્યોદ્યોગ વિભાગ, સીબીસી અને ગુજરાત રાજ્યના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમના સંબોધનમાં શ્રી પરષોત્તમ રૂપાલાએ ભાર મૂક્યો હતો કે આપણા અધિકારીઓ અને કર્મચારીઓની ક્ષમતા નિર્માણની જરૂરિયાતોને ઓળખવી અને વિભાગની પ્રાથમિકતાઓને પહોંચી વળવા તેમની ક્ષમતા નિર્માણ માટે કાર્ય યોજના વિકસાવવી એ સમયની જરૂરિયાત છે.ક્ષમતા નિર્માણ માટે વાર્ષિક કાર્ય યોજનાની શરૂઆત કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મત્સ્યોદ્યોગ વિભાગની છભમ્ઁ સેવા વિતરણ, કાર્યક્રમના અમલીકરણ અને મુખ્ય સરકારી કાર્યોમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે અને સંબંધિત યોગ્યતાઓ પ્રાપ્ત કરવા માટે અને તેમને વધુ સારું પ્રદર્શન કરવા સક્ષમ બનાવવા માટે મૂળભૂત તાલીમમાં હાજરી આપીને અધિકારીઓની ક્ષમતાઓને વધારશે.