મદ્રાસ હાઈકોર્ટ પતંજલિ આયુર્વેદૃને ૧૦ લાખનો દંડ ફટકાર્યો

મદ્રાસ હાઇકોર્ટે બાબા રામદેવની પતંજલિ કંપનીને દસ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો અને કહૃાું હતું કે કંપની કોરોનીલના નામે જે દવા કોરોનાની સારવાર તરીકે ગણાવે છે એ માત્ર શરદી -ઊધરસ અને તાવની દવા છે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું કે લોકોમાં કોરોનાનો જે ડર પ્રવર્તી રહૃાો છે એનો પતંજલિ કંપની ગેરલાભ લઇ રહી હતી.
હાઇકોર્ટે કોરોનીલ નામ પણ નહીં વાપરવાની તાકીદ પતંજલિને કરી હતી. અગાઉ પતંજલિએ કોરોનાની દવા તરીકે કોરોનીલનો પ્રચાર કર્યો હતો. કેન્દ્ર સરકારે એ પ્રચાર અટકાવતાં પતંજલિએ આ દવા ઇમ્યુનિટી બસ્ટર હોવાનો દાવો કર્યો હતો.
ચેન્નાઇની એક કંપની આર્ડુરા એંજિનિયરીંગે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે કોરોનીલ અમારી એક પ્રોડક્ટનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. અમે છેક ૧૯૯૩માં આ નામ રજિસ્ટર કરાવ્યું હતું અને ૨૦૨૭ સુધી આ અમારો ટ્રેડમાર્ક રહેશે એવું સર્ટિફિકેટ ટ્રેડમાર્ક રજિસ્ટ્રાર તરફથી અમને અપાયું છે. પતંજલિ આ નામ વાપરી શકે નહીં. એ અમારા ટ્રેડમાર્કનો ભંગ કરીને અપરાધ કરી રહી હતી.