મધરાત્રે અમરેલીનાં સેવાભાવી અશ્ર્વમેઘ ગ્રુપના યુવાનોએ બાળકનો મૃતદેહ શોધ્યો

અમરેલી,
કાલે અમરેલી ઠેબી નદીમા બપોરે 3:00 વાગ્યાના સમય આસપાસ પૂરના પ્રવાહમા પોમલીપાઇટ પાસે 13 વર્ષનો છોકરો જતીન રાજુભાઈ મોરી સાઇકલ સાથે તણાઈ અને ડૂબી ગયેલનો બનાવ બનેલ હતો જેની શોધખોળ રેસ્ક્યુ ટીમ અમરેલી નગરપાલિકાના ફાયર શાખા દ્વારા રાત્રી 8:00 કલાક સુધી કરેલ પરંતુ બોડી મળી આવેલ નહીં ત્યાર બાદ રાત્રે ફોક્સ લાઈટ લગાવી ને અમરેલી નુ સેવાભાવી અશ્વમેઘ ગ્રુપ ના પ્રમુખ રવિભાઈ શેખવા સહિત અશ્વમેઘ ગ્રુપના મિત્રો એવા રાજદીપભાઈ ધાધલ , જયરાજભાઈ વાળા, ડો.ભાર્ગવભાઈ સોલંકી , હિતેષભાઇ પાઠક , કેતનભાઈ રાજ્યગુરુ , હિમાંશુભાઈ જેઠવા , અમિતભાઇ ભટ્ટ , જયભાઈ શેખવા , જય મહેતા , નીરવ ધંધુકિયા તેમજ ફાયર શાખા ના કર્મચારી અશોકભાઈ વાળા સહિત સંધી સોસાયટી ના પણ તરવૈયા ભાઈઓ મિત્રો દ્વારા આ શોધ ખોળ શરૂ રાખેલ અને આશરે રાત્રી ના 1:30 કલાક આસપાસ બોડી શોધી કાઢેલ અને તેમના પિતાશ્રી રાજુભાઈ ફતેહસીંગભાઈ મોરી અને એમના પરીવાર ને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સોંપી આપેલ