મધ્યપ્રદેશના વતની શ્રી બ્રીજેશ શર્માએ સાયકલ ઉપર 25 હજાર કીમી પ્રવાસ કરી 25 લાખ વિદ્યાર્થીને પર્યાવરણની સમજણ આપી

  • લોકડાઉનના સાડાત્રણ મહીના આદીવાસીઓની સાથે કાઢયા : બચત પણ ખુંટી છતા અભિયાન શરૂ : દેશના સાત રાજયો ફરી વળ્યા : દેશભરમાં સાયકલ ફરી વળશે

અમરેલી,
દેશમાં અને પરદેશમાં પણ પ્લાસ્ટીકના વધતા જતા વપરાશને કારણે પર્યાવરણને અસર થતા લોકોને સાચો સંદેશો આપવા મધ્યપ્રદેશના મોરેના ગામના બ્રિજેશ શર્માએ સાયકલ યાત્રા શરૂ કરી છે ઠેર ઠેર નદીઓ, તળાવો ખાલી થતા જાય છે ત્યારે પર્યાવરણની જાળવણી કરવી આપણી ફરજ છે તેવા સંદેશા સાથે બ્રિજેશ શર્માએ 17 સપ્ટેમ્બર 2019 થી સાયકલ યાત્રા શરૂ કર્યા બાદ મધ્યપ્રદેશના મોરેનાથી રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, યુપી, એમપી. મળીને આજ સુધી 25 હજાર કિ.મી.નો પ્રવાસ કરી 25 લાખ બાળકો સાથે સંપર્ક કરી ચુકેલ શ્રી શર્માની સાયકલ યાત્રા યથાવત રહેશે યુરોપના જ્યોર્જીયામાં એફબી ફ્રેન્ડ દ્વારા ઘાયલ પક્ષીનું શેરીંગ થયા બાદ દેશ અને વિદેશમાં પણ લોક જાગૃતી ઉભી કરી લોકોને સંદેશો આપવા છેલ્લા 5 વર્ષથી ભારતમાં ભ્રમણ કરી રહેલ છે હાલ શાળાઓ કોલેજોમાં પ્રવચનો સહિત કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપવામાં આવે છે હજુ આગામી 5 વર્ષ સુધી સાયકલ પ્રવાસ ચાલે તેવી વ્યવસ્થા કરી છે તેમ જણાવ્યુ હતુ વધુમાં એવુ પણ જણાવ્યુ કે તળાવો, નદીઓ ખતમ થઇ રહી છે ત્યારે પર્યાવરણને બચાવવા પ્લાસ્ટીક યુઝ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકાય તેવી માંગણી હોવાનું બ્રિજેશ શર્મા (મો.નં.701699 5872) એ જણાવ્યુ છે.