મનસુખ માંડવિયા બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી, ભાજપના 150+ બેઠકોના ટાર્ગેટ પરફેકટ ચોઇસ

  • અગામી ચૂંટણીમાં 150+ ના ટાર્ગેટ માટે પાટીદાર સપોર્ટ અનિવાર્ય
  • માંડવિયા મોદી અને અમિતશાહ બંનેની ગુડબુકમાં
  • ઝડફિયા – રૂપાલાના નામોની પણ ચર્ચા , પણ માંડવિયા ટોચે

    મોદી અને શાહ બંનેના વિશ્વાસુ અને પાટીદારના બંને જુથમાં માંડવિયા સૌથી વધુ લોકપ્રિયતા – સ્વીકાર્યતા ધરાવે છે
    ગુજરાત મુખ્યમમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામાં બાદ હવે શું થશે તે સૌથી મોટો પ્રશ્ર્ન સર્જાયો છે. જોકે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ પાટીદાર નેતા પરષોતમ રૂપાલાએ ચોખવટ કરી છે કે આવતી કાલ સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આજે સવારે સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની તેને જોતાં પાટીદાર જ ગુજરાત નવા મુખ્યમંત્રી બને તે લગભગ નકકી છે. વિશ્વાસપાત્ર વર્તુળોએ તો ત્યાં સુધી જણાવ્યું છે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત પૂર્વ ગૃહરાજયમંત્રી ગોરધન ઝડફિયા અને પરસોતમ રૂપાલાના નામોની પણ ચર્ચા ચાલી રહી છે.