મની લોન્ડિંરગ કેસમાં ઈડીની કાર્યવાહી, બેંગાલુરુની સહકારી બેંકના રૂ.૧૦૦૦ કરોડના કૌભાંડમાં ૧ની ધરપકડ

નવીદિૃલ્હી,તા.૨૪
૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પબ્લિક ફંડની છેતરિંપડી આચરવા બદલ બેંગાલુરુ સ્થિતિ સહકારી બેંક વિરુદ્ધની મની લોન્ડિંરગની તપાસના સંબધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક વ્યકિતની ધરપકડ કરી છે.શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેંક નિયામિથાના કેસમાં રાજેશ વી આરની ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ એક નિવેદૃનમાં જણાવ્યું છે કે બેંકમાંથી પબ્લિક ફંડની ઉચાપત કરવામાં આ વ્યકિતની મોટી ભૂમિકા હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એજન્સીએ સહકારી બેંકના પ્રમુખ કે રામકૃષ્ણાની ધરપકડ કરી હતી. રાજેશ વી આરની ભૂમિકા અંગે ઇડીએ જણાવ્યું હતું કે આરબીઆઇના ઇન્સ્પેક્શન રિપોર્ટ અનુસાર તેણે બેંકમાંથી ૪૦.૪૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તેને ભરી ન હતી. તપાસ દૃરમિયાન જાણવા મળ્યું હતું કે, રાજેશ વી આર વિરુદ્ધ કેટલીક અન્ય એફઆઇઆર અગાઉ નોંધાયેલી હતી. રાજેશ અને તેમના પત્નીએ અન્ય સહકારી બેંકો/ સોસાયટીઓમાં પણ છેતરિંપડી આચરી હતી. ઇડીએ ફેબ્રુઆરી, ૨૦૨૦માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડિંરગ એક્ટ (પીએમએલએ)ની ક્રિમિનલ જોગવાઇઓ હેઠળ કેસ દૃાખલ કર્યો