મને ખબર નથી કોહલીને કેવી રીતે આઉટ કરીશું: મોઇન અલી

ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝના પ્રારંભ પહેલાં ઇંગ્લેન્ડને ભારતના કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરવાની ચિંતા હેરાન કરી રહી છે. ઇંગ્લેન્ડના ખેલાડી મોઇન અલીએ કહૃાું કે, મને ખબર નથી કે અમે તેને કેવી રીતે આઉટ કરીશું. કેમ કે, મને નથી લાગતું કે તેની કોઇ કમજોરી છે. પરંતુ અમારું બોલિંગ આક્રમણ સારું છે અને અમારી પાસે સારા ઝડપી બોલર છે. સાથે જ મોઇન અલીએ કહૃાું કે, તે બહુ સારો વ્યક્તિ છે અને મારો સારો મિત્ર છે.

મોઇન અલીએ વીડિયો કોન્ફરન્સમાં કહૃાું કે, કોહલી શાનદાર ખેલાડી છે અને વિશ્ર્વસ્તરીય બેસ્ટમેન છે. તે સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત રહે છે. મને વિશ્ર્વાસ છે કે ઓસ્ટ્રેલિયામાં ટીમના સારા પ્રદર્શન બાદ તે વધુ પ્રેરિત હશે. કેમ કે, દિકરીના જન્મને લીધે તે દેશ પરત ફર્યો હતો.

તેણે કહૃાું કે, મારી ટીમમાં પસંદગી થાય કે નહીં, તે અલગ વિષય છે. પરંતુ જ્યાં સુધી રમતની વાત છે તો મને લાગે છે કે હું તૈયાર રહીશ. મેં લાંબા સમય રાહ જોઇ. મને હજુ પણ લાગે છે કે હું વિકેટ લઇ શકું છું, રન બનવી શકું છું અને મેચ વિનિંગ પ્રદર્શન કરી શકું છું. મારા નાના-નાના લક્ષ્ય છે, જે હાંસલ કરવા માંગું છું. હું ૨૦૦ વિકેટથી વધુ દૂર નથી.

ઉલ્લેખનીય છે કે, ૩૩ વર્ષીય ખેલાડી મોઇન અલી ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકા પહોંચી ત્યારે કોરોના પોઝિટિ આવ્યો હતો. ઇંગ્લેન્ડે આ સીરિઝમાં ક્વીન સ્વીપ કર્યું હતું. મોઇને ટેસ્ટ ક્રિકેટમાં ૧૮૧ વિકેટ લીધી છે અને ૨૭૮૨ રન કર્યા છે.