મને ખુશી છે મારો ભાઇ ફિલ્મી દુનિયામાં આવી રહૃાો છે: સારા અલી ખાન

એકેટ્રેસ સારા અલી ખાને બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ તેને ૨ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો છે. ૨૦૧૮ ડિસેમ્બરમાં તેની પહેલી ફિલ્મ કેદારનાથ આવી હતી અને બાદમાં બીજી ફિલ્મ સિંબા રિલીઝ થઇ હતી. તેની પફોર્મન્સ માટે તેને ઓડિયન્સ અને ક્રિટીક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો.

સારા અલી ખાન ઇબ્રાહીમ અલી ખાન સાથે સારી બોન્ડિગ છે. તેની ઝલક સોશ્યલ મિડીયા પર પ્રોફાઇલમાં દેખાય છે. તે પોતાના ભાઇ સાથે વર્કઆઉટ કરતી નજરે પડે છે. સૂત્રો અનુસાર ઇબ્રાઇમ અલી ખાન જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યુ કરી રહૃાો છે. સારા અલી ખાને આ વાત કરતાં કહૃાું કે મને ખુશી છે કે તે ફિલ્મી દુનિયામાં આવી રહૃાો છે.

સારા અલી ખાને કહૃાું કે ઇબ્રાહીમનું સેન્સ ઓફ હૃાુમર ખુબ જ સારુ છે. મારી તેને સલાહ છે કે તે એક સારો વ્યક્તિ રહે, હું વિચારુ છુ કે તે આ દુનિયામાં આવનાર ખુશનસીબ છે અને તેને એક્ટિંગની સલાહ અથવા અન્ય કોઇ વસ્તુની જરૂર છે તો પરિવારમાં ઘણા લોકો છે જે મોટા એક્ટર છે અને સ્ટાર છે. મારાથી વધુ અનુભવ ધરાવનાર લોકો છે.

સારા અલી ખાન આગળ કહે છે કે, મને નથી લાગતુ કે મારી કોઇ ઓકાત છે કે હું કોઇને ટિપ્સ આપું પરંતુ હું એટલુ જરૂર કહીશ કે જીવનમાં અલગ અલગ વસ્તુઓનો અનુભવ કરવો ખુબ જ જરૂરી છે. તે એજ્યુકેશન હોય કે ટ્રાવેિંલગ હોય દરેક વસ્તુનો અનુભવ કરવો ખુબ જ જરૂરી છે.