- સુતપા સિકદરે શેર કરી ઈરફાનની ન જોયેલી પળો, પોસ્ટમાં લખ્યું
ઈરફાન, હવે નથી રહૃાા. ગયા વર્ષે ૨૮ એપ્રિલે તે દુનિયાને છોડીને ગયા પણ તેનો પરિવાર હજુ તેમને ભૂલી નથી શક્યો. વીતેલા વર્ષના છેલ્લા દિવસે ઈરફાનની પત્નીએ તેના ન જોયેલા ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. જેની સાથે એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે. સુતપાએ પતિ ઈરફાનને યાદ કરી ને લખ્યું, મને નથી ખબર નવા વર્ષનું સ્વાગત કઈ રીતે કરું.
સુતપાએ આ મેસેજમાં લખ્યું- આ ઘણું મુશ્કેલ છે કે વર્ષ ૨૦૨૦ને ખરાબ કહેવામાં આવે, કારણકે તેમાં તમે હતા. ગયા વર્ષે, આ જ દિવસે મારી સાથે ગાર્ડિંનગ કરી રહૃાા હતા. ચકલીઓ માટે ઘર બનાવી રહૃાા હતા. તો હું કઈ રીતે ૨૦૨૦ને ગુડબાય કહી શકું છું. ઈરફાન મને કઈ સમજણ નથી પડી રહી કે નવા વર્ષ ૨૦૨૧નું સ્વાગત કઈ રીતે કરું.
એક્ટર ઈરફાનની છેલ્લી ફિલ્મ ’ધ સોન્ગ ઓફ સ્કોર્પિયન્સ’ રિલીઝ થવાની છે. જોકે ’ધ સોન્ગ ઓફ સ્કોર્પિયન્સ’ ઈરફાન માટે લાસ્ટ પ્રોજેક્ટ ન હતો, પણ હકીકતમાં આ તેમના કરિયરની છેલ્લી ફિલ્મ હશે. ઓગસ્ટ ૨૦૧૭માં સ્વિત્ઝર્લેન્ડના ૭૦મા લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર થયું હતું.