મને લાગ્યું કે હું રમી નહીં શકું ત્યારે ધોનીએ બધા ખેલાડીઓથી અલગ કરી દીધો હતો

સચિન તેન્ડુલકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે તેમને લાગ્યું કે હવે તે નહીં રમી શકે ત્યારે તે સમયનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેમને બધા ખેલાડીઓથી અલગ કરી દીધો હતો. જે સચિન માટે સૌથી ભાવુક સમય હતો.

સચિન તેન્ડુલકરે તેની છેલ્લી ટેસ્ટ મેચ ૨૦૧૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી. જે તેમની ૨૦૦મી ટેસ્ટ મેચ હતી. સચિનનાં રિટાયરમેન્ટમાં તેની માતા, પત્ની અને આખુ પરિવાર સ્ટેડિયમ પહોંચ્યુ હતું.

સચિને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મેં રિટાયરમેન્ટ ભાષણ આપવા માટે પાણીની એક બોટલ સાથે રાખી હતી. મને પહેલીવાર એવુ લાગ્યું હતું કે હવે આ શક્ય નહીં બને હવે હું નહીં રમી શકુ ત્યારે ધોનીએ બધા ખેલાડીઓને એક બાજુ બોલાવ્યા અને મને કહૃાું કે પાજી તમે બે મિનિટ માટે થોડા દૂર જાઓ. તે લોકો કંઈક પ્લાિંનગ કરી રહૃાાં હતા. તે સમય સુધી મને નહોતુ લાગતું કે કંઈ થઈ રહૃાું છે. ત્યારેજ મને લાગ્યું કે હવે સમય આવી ગયો છે. પછી હું ડ્રેસિંગ રુમ તરફ પાછો જઈ રહૃાો હતો. તે સમયે હું ખૂબ ભાવુક બની ગયો હતો અને સીધો ડ્રેસિંગ રુમમાં જતો રહૃાો અને ત્યાં એકલો બેસી ગયો.

સચિને તેની છેલ્લી ટેસ્ટ મેચ અંગે કહૃાું કે, મારી માં મેચ જોવા આવી હતી. જેથી હું ભાવુક બન્યો હતો. અગાઉ બધા લોકોએ મને મેદાનમાં લાઇવ રમતા જોયો હતો પણ મારી માં એકલા એવા વ્યક્તિ છે જેમણે મને ફ્રેન્ડલી મેચમાં પણ રમતા નહોતો જોયો. તે ખૂબ પરેશાન થઈ જાય છે. હું નહોતો ઇચ્છતો કે મારી ફેમિલી માંથી કોઈ મને સ્ટેન્ડમાં દેખાય, જો કોઈ આવ્યું હોય તો પણ હું તેમને કહી દેતો હતો કે તેઓ ખુદને સંતાડી દે. મેચ દરમિયાન હું રમવા માંગતો હતો તેમને જોવા નહોતો માંગતો. હું તેમનાં પર ફોકસ નહોતો કરવા માંગતો. હું એ નહોતો વિચારતો કે તેઓ જશ્ર્ન મનાવી રહૃાાં છે કે નહીં.